નસવાડીના ચામેઠા ગામે સ્વર્ગીય હીરાબાના ચાલીસાના દિને વરસી ઉજવી શ્રદ્ધાંજલિ આપી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના ચામેઠા ગામે આપણા લોક લાડીલા વડા પ્રધાન શ્રી હિરાબા ની ચાલીસમા દિને વરસી ઉજવવામાં આવી આ પ્રસંગ મા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને હિરાબા નો ફોટો મુકી તેના પર ફુલ ચઢાવી તિલક કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ વિશ્વનાથ ભજન મંડળ દ્રારા કરવામા આવ્યુ હતુ અને ભજન કીર્તન કરવામાં આવ્યુ હતુ અને આદિવાસી પરંપરાગત ચાલીસમા દિનને વરસી તરીકે ઉજવવામાં આવેછે આ પરંપરાને આધીન આજે ચામેઠા ગામે સ્વર્ગીય હિરાબા નો ચાલીસમા ના રોજ વરસી ઉજવવામાં આવી ત્યાર બાદ વિધવા મહિલાઓને વીના મુલ્યે સાડીઓ વિતરણ કરવામાં આવી હતી અને તાલુકા પ્રમુખ રાજુભાઈ રાઠવા એ માહીતી આપી હતી એમને જણાવ્યુ કે આદિવાસી રીત રિવાજ મુજબ આજરોજ ચાલીસમુ ઉજવવામાં આવ્યુ વધુમા જણાવ્યું કે હિરાબા એ મહેનત મજૂરી કરીને આખા પરિવારનુ ભરણ પોષણ કર્યું અને અમારા આદિવાસી સમાજની અંદર ચાલીસમુ એટલે વરસીનો કાર્યક્રમ કરવામા આવે. અને ચામેઠાના જે સ્થાનિક કાર્યકર્તાઓ બાબુ ભાઈ સરજનભાઈ અર્જુનભાઈ તેઓના સાથ સહકારથી મને આમંત્રણ આપવામા આવ્યુ અને સ્વર્ગસ્થ હિરાબા ને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અહી પુર્ણ કરવામાં આવયો હતો અને લોકોમાં હિરાબાના ન હોવાનો દુઃખ જોવા મળ્યુ હતુ અને કાર્યક્રમ મા પધારેલ તમામ લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here