કાલોલની મામલતદાર કચેરીમાં કર્મચારીઓ અને નાગરિકોએ કોરોના અંગે સાવચતી રાખવા શપથ લીધા

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ મામલતદાર કચેરીમાં ગુરૂવારે તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો ની હાજરીમાં મામલતદાર પી. એમ જાદવ ની હાજરીમાં નાયબ મામલતદાર મિશ્રા દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે સાવચેતી ના સોગંધ લેવડાવ્યા હતા. કોરોના જ્યારે વૈશ્વિક મહામારી જાહેર થયો છે અને સમગ્ર વિશ્વ આ મહામારી નો સામનો કરી રહેલ છે ત્યારે કાલોલ તાલુકામાં કોરોના ના કેસો વધતા જાય છે. સરકાર દ્વારા ગુરૂવાર થી જ કેટલીક વધુ છૂટછાટ આપવામાં આવી છે ત્યારે બહાર નીકળતા પહેલા નાગરિકો એ શુ કાળજી રાખવી જોઈએ તે બાબતે અને પોતે તથા બીજાને આ કોરોના ના સંક્રમણ થી કેવી રીતે બચાવી શકાય તેમાટે મામલતદાર કચેરી ના પ્રાંગણ માં માસ્ક પહેર્યા વિના બહાર નહિં નીકળું, અવારનવાર સાબુ થી હાથ ધોઈશ, દરેક થી છ ફૂટ નું અંતર રાખીશ, પરિવાર, વૃદ્ધો, બાળકો અને બીમારો ની વિશેષ કાળજી રાખીશ એ પ્રમાણે ની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here