કરજણ ડેમમાથી પાણી છોડતા કરજણ નદી કિનારેના વિસ્તારમા જમીન ધોવાણ સહિતના નુકશાનનુ સાંસદ મનસુખ વસાવાએ નિરીક્ષણ કર્યું

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નુકશાન અંગે કલેક્ટર સાથે પરામર્શ કરી મુખ્યમંત્રી ને રજુઆત કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરાસે — સાંસદ મનસુખ વસાવા

નર્મદા જીલ્લા મા ભારે વરસાદ પડતા કરજણ ડેમ માથી પાણી છોડતા કરજણ નદી બે કાંઠે વહેતી થઇ હતી જેથી નદી મા ઘોડાપુર ની સ્થિતિ સર્જાતા નદી કિનારેના ખેતરમાં પાણી ઘુસતા પાક ને નુકશાન સહિત જમીન ના ધોવાણ તેમજ રસ્તા ના ધોવાણ ની ફરિયાદો ઉઠતાં સાંસદ મનસુખભાઈ વસાવા એ રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિહ ગોહિલ સહિત ના આગેવાનો સાથે કરજણ નદી ના ઓવારા સહિત ધોવાણ ના સ્થળો ની જાતે માહિતી મેળવી સમગ્ર પરિસ્થિતિ નુ નિરીક્ષણ કર્યું હતું.

બે દિવસ પહેલા ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે કરજણ ડેમનું પાણી કોઈપણ જાતની જાણ કર્યા વગર વહેલી સવારે ૦૪ વાગ્યાના આસપાસ બધા ગેટ એક સાથે ખોલી કરજણ નદીમાં પાણી છોડવામાં આવ્યું. વધુ પડતા પાણીના કારણે કરજણ નદી બે કાંઠે વહેવા લાગી અને નદીના વધુ પ્રવાહના કારણે નદીના બંને કાંઠાનું ભયંકર રીતે નુકશાન થયું છે. રાજપીપલાના સ્ટેટ સમયનો ઐતિહાસિક ઓવારાનું ભારે પણ નુકસાન થયું છે તથા રાજપીપલા સ્મશાન થી કરજણ નદીના નવા બ્રિજ સુધી રાજપીપળા શહેરની સાઈડનો રસ્તો જે ખેડુતો તથા રાજપીપલાની આમ પ્રજા માટે ખૂબ ઉપયોગી રસ્તો હતો. તે રસ્તો પણ ધોવાઇ જવા પામ્યો છે.

અચાનક એક સાથે પાણી છોડવાના કારણે રાજપીપળાના કાછીયાવાડના ખેડૂતો, માછી સમાજના ખેડૂતો તથા આદિવાસી ખેડૂતોનું તથા નદી કિનારે આવેલા અનેક ગામો જેવા કે હજરપરા, ભચરવાડા , બદામ તથા ધાનપુર ગામના ખેડૂતોની જમીનનું તથા કેળ સહિત ઉભા પાકનું અને ખેતરમાં બનાવેલી ફેન્સીંગ વાડનું ભારે નુકસાન થયું છે. તો આ બાબતે તાત્કાલિક ધોરણે સર્વે કરાવામાં આવે અને બંને કાંઠાનું ભવિષ્યમાં આ પ્રકારનું ધોવાણ ના થાય તે માટે જરૂર જણાય ત્યાં પ્રોટેક્શન વોલ બનાવાની જરૂર છે.

રાજપીપળા રંગ અવધૂત મંદિર થી જતો રાજપીપલા શહેરનો રીંગરોડ પણ જમીન સહીત આખો ધોવાય ગયો છે. તો ત્યાં તાત્કાલિક ધોરણે પ્રોટેકશન વોલ બનાવી રસ્તાનું નિર્માણ કરવું ખુબ જ જરૂરી છે અને ખેડૂતોને થયેલા નુકસાનીનું વળતર સર્વે કરાવી તાત્કાલિક ધોરણે આપવામાં આવે તે માટે કલેક્ટર નર્મદાનું ધ્યાન દોરવામાં આવશે અને સરકાર માં પણ મુખ્યમંત્રી ના ધ્યાન પર આ વિષય લાવીશું નુ સાંસદ મનસુખભાઈ વસાવા એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here