પીએમ પીવીટીજી વિકાસ મિશન’ સંદર્ભે નર્મદા જીલ્લા પ્રાયોજના અધિકારી હનુલ ચૌધરી ની અધ્યક્ષતા માં સમીક્ષા બેઠક યોજાઇ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પીએમ પીવીટીજી વિકાસ મિશન’ – ખાસ કરીને નબળા આદિવાસી જૂથના સામાજિક ઉત્કર્ષને સુનિશ્ચિત કરવા અંગે નર્મદા જિલ્લા પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરીની અધ્યક્ષતામાં દેડિયાપાડા પ્રાંત કચેરીના સભાખંડ ખાતે કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર એ સાગબારા અને દેડિયાપાડા તાલુકાના આદિમ જૂથોમાં સરકારની કલ્યાણકારી યોજનાઓના સેચ્યુરેશન માટેની કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. ચૌધરીએ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓને કેટલાંક રચનાત્મક સૂચનો કરીને માર્ગદર્શિત કર્યા હતા.

આ બેઠકમાં નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, જિલ્લા પુરવઠા અધિકારી એસ. ડી. ચૌધરી, દેડિયાપાડાના મામલતદાર એસ.વી. વિરોલા, જિલ્લા ખેતીવાડી અધિકારી વિનોદભાઈ પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here