સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રોજેકશન મેપિંગ શો ‌(લેસર શો) નાં સમયમાં ફેરફાર કરાયો

કેવડીયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

સાંજે ૦૭.૦૦ કલાકે પ્રોજેકશન મેપિંગ શો ‌(લેસર શો) શરૂ કરવામાં આવશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંજના સમયે પ્રોજેકશન મેપિંગ શો ‌(લેસર શો) મુલાકાતે આવનાર પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ પૈકી એક છે,સામાન્ય રીતે સાંજના ૧૯.૦૦ કલાકે પ્રવાસીઓ માટે આ શો શરૂ કરવામાં આવે છે બદલાતી જતી સિઝન પ્રમાણે સમયમાં બદલાવ આવતો હોય છે.
હાલમાં લેસર શો ૧૯.૩૦ કલાકે નિર્ધારીત કરાયો હતો,હવે સિઝન બદલાતા દિવસ ટુંકો થતા તાત્કાલિક અસરથી SOUADTGA દ્વારા પ્રોજેકશન મેપિંગ શો (લેસર શો)નો સમય ૧૯.૦૦ કલાક નિયત કરવામાં આવ્યો છે.જેની પ્રવાસીમિત્રોએ નોંધ લેવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સતાધિશો તરફથી અપીલ કરવામાં આવી છે. ‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here