કઠોલીના ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના સખેડા તાલુકાના કઠોલી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રીની વિવિધ વિભાગોની ૧૭ યોજનાઓની માહિતી મામલતદારશ્રીએ આપી હતી. તેમણે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસનો લાભ લેવા સ્થાનિકોને આગળ આવવા કહ્યું હતું. સરકારીશ્રીની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને ઘર આંગણે લાભો મળ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાનિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા પ્રતિજ્ઞા લીધી હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે લોક કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓનાં પ્રતિભાવો દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. “મેરી કહાની મેરી જુબાની” અંતર્ગત પ્રાકૃતિક ખેતી, મહેસુલ વિભાગ, મહિલા અને બાળ વિભાગના લાભાર્થીઓએ ગ્રામ્યજનોને પોતાની સફળતાની વાત કરી હતી. સરકારશ્રીની વિવિધ યોજનાના લાભ લેવા અનુરોધ કર્યો હતો.
વિકસીત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન પરંપરાગત માધ્યમો દ્વારા પણ ગ્રામજનોને યોજનાકીય માહિતી અંગે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. મામલતદારશ્રીના હસ્તે ગામના સરપંચશ્રીને અભિલેખા પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, ગામના સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ, વિસ્તરણ અધિકારીશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ. સહિતના સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here