મોહસિને આઝમ મિશન ગોધરા દ્વારા રક્તદાન કેમ્પ તથા ચામડીના રોગોને લગતા ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

આજરોજ મોહસિને આઝમ મિશન ગોધરા દ્વારા રેડ ક્રોસ સોસાયટી ગોધરા અને HDFC બેંક ગોધરાના સહયોગથી હઝરત જહુરખાં પીરની દરગાહ પાસે સૈયદ વાડામાં રક્તદાન કેમ્પનું તથા ડોક્ટર વિહંગ કે પટેલ સરના સહકારથી ચામડીના રોગોનું ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ટોટલ ૪૫ યુનિટ રક્ત એકત્રીત થયું હતું, આ કેમ્પમાં મૌલાના મોહીયુદદીન અશરફી સાહેબ તથા હાફીઝ મોહસીન સાહેબે બ્લડ ડોનેટ કરી સમાજમાં એક અદભુત સંદેશ આપ્યો હતો તથા આ કેમ્પમાં જહુરખાં પીર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સૈયદવાડાના નવયુવાનોએ નિસ્વાર્થ ભાવે સાથ સહકાર સહિત સેવા આપી સદર આયોજનને સફળ અને સરળ બનાવ્યુ હતો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here