ઇદે મિલાદુન્નબી કમિટી બાસ્કા દ્વારા હિન્દુ – મુસ્લિમ કોમી એકતાને લઈને મુસ્લિમ બિરાદરો વડે એક અગત્યનો નિર્ણય લેવાયો

હાલોલ, (પંચમહાલ) ઇરફાન શેખ :-

તા.૨૮/૦૯/૨૦૨૩ ના રોજ વિર્સજન અને ઈદે મિલાદનો તહેવાર એકજ દીવો હોવાથી ઈદે મિલાદ ના ઝુલસ ના પોગ્રામ માં મુસ્લિમ બિરાદરો એ સભા યોજી ને ફેરફાર કરવાનું નક્કી કરેલ છે કોઈ પણ રીતે કાનૂન વ્યવસ્થા નો ઉલ્લંઘન થાય નહિ અને પોલીસ પ્રશાસન ને અગવડ પડે નહિ તે હેતુ થી ગામ બાસ્કા ના આગેવાન વડીલો એ આ મહત્વ નો નિર્ણય આખા ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા લીધેલ હોય જેને અનુલક્ષી ને બાસ્કાના મુસ્લિમો દ્વારા લેવા માં આવ્યું છે.
વધુમાં તા.૨૮/૦૯/૨૦૨૩ ના રોજ ગણેશ વિર્સજન અને જશ્ને ઈદે મિલ્લાદુન નબી નો તહેવાર એકજ દિવસ આવતો હોવાથી અમારા ધર્મગુરૂ સરકાર મોઈને મિલ્લત (ખાનાએ એહેલે સુન્નત ના ગાદીપતિ બરોડા) ના નિવેદન આપતા જણાવ્યું કે એક જ દિવસે આવી રહેલ બે તહેવારોમાં કોમી એકતાનો ભંગ થાય નહિ તેવા હેતુ થી અમો એ તા.૧૮/૦૯/૨૦૨૩ ના રોજ ઈદે મિલ્લાદુન નબી કમિટી ની મીટીંગ રાખેલ હતી, અને અમોએ આ મીટીંગમાં સ્વેચ્છાઈક અને સર્વ સમ્મતિથી નિર્ણય લીધેલ છે કે તા.૨૮/૦૯/૨૦૨૩ ના રોજ જશ્ને ઇદે મિલાદઉન્નબી ના ઝુલુસ ને મોકુફ રાખીને તા.૨૯/૦૯/૨૦૨૩ ના રોજ ઝુલુસ કાઢવાનું નકકી કરેલ છે. જેથી તેને લઈ શાંતિ અને સલામતી ડહોડાય નહી પોલીસ બંદોબસ્ત અને પ્રશાસનને અગવળતા ના પડે તેનું ખાસ ધ્યાન રાખીને બાહ્ય ગામમાં ઝુલુસ નું આયોજન દરવર્ષની જેમ તા.૨૯/૦૯/૨૦૨૩ ના રોજ કાઢવાનું નકકી કરેલ છે.જે અંગે
નક્લ જાણવા રૂપ
(૧) મામલતદાર શ્રી હાલોલ
(૨) નાયબ ક્લેક્ટર શ્રી હાલોલ
(૩) ક્લેક્ટર શ્રી પંચમહાલ
નાઓ ને મોકલેલ છે.
વધુ માં તા:૨૬ મી સપ્ટેમ્બર ના દિવસે પાંચ વાગ્યે બાસ્કા ગામ ની પંચાયત કચેરી ખાતે હાલોલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાડેજા ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિની સભા યોજાયેલ જેમાં બાસ્કા ગામના સરપંચ પતિ ઝુબેરઅલી.આઇ.મકરાણી તથા ડેપોટી સરપંચ જાદવ નવીન કુમાર જાદવ માજી ડે.સરપંચ શ્રી અબ્દુલ હાફિઝ.એચ.મકરાણી તથા સભ્યો પરમાર અરવિંદભાઈ જેસિંગ ભાઈ, જાદવ રમેશ ભાઈ નાહના તો ભાઈ, જાદવ અરવિંદ ભાઈ લક્ષ્મણ ભાઈ તથા અન્ય હિન્દુ મુસ્લિમ બંનેવ કોમના લોકો હાજર રહ્યા હતા.
વધુમાં પોતાના નિવેદનમાં પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા એ જણાવ્યું કે જુઓ આપ બંનેવ સમાજ ના આગેવાન લોકો અત્રે ઉપસ્થિત છો અને બંનેવ કોમ ને હું ખાસ કહેવા માંગુ છું કે આવનાર દિવસો એટલે કે તા:૨૮/૦૯/૨૦૨૩ ને ગુરુવારે ગણપતિ વિસર્જન તથા તા:૨૯/૦૯/૨૦૨૩ ને શુક્રવાર ના રોજ મુસ્લિમો નું ઇદે મિલાદનો તહેવાર છે તો જેથી કરીને કોઈપણ એક સમાજ ની લાગણી દુભાય કે મન દુઃખ થાય તેવા કૃત્યો કરવા નહિ, ડી.જે માં અભદ્ર વાણી વિલાસ હોય તેવા ઉશ્કેરણી જનક ગાયેન (સોંગસ) વગાડવા નહિ જેથી કોઈ સમાજ ની લાગણી દુભાયના,વધુમાં આ ગણેશવિસર્જન માં આજુ બાજુ ના ગામ લોકોએ જોડાવવાના છે કે કેમ તો ડે. સરપંચ નવીનભાઈ જણાવેલ ના કોઈ બીજા ગામના ગણેશ વિસર્જન માટે જોડાવવાના નથી.જેની ત્યારબાદ 28 તારીખ ના વિસર્જન વિશે માહિતી માંગી કે તમારે કયા સ્થળે વિસર્જન કરવા જવાનું હોય છે, અને જેમાં બાસ્કા હિન્દુ સમજે જણાવ્યું કે અમે ખંડીવાડા ખાતે વિસર્જન અર્થે જઈશું,મુસ્લિમ સમાજ જોડેથી પણ માહિતી માંગી કે તમારે ઇદે મિલાદ નો રૂટ ક્યાં ક્યાં નો છે મુસ્લિમ બિરાદરોએ ઝુલુસ નું રૂટ આપતા જણાવ્યું કે અમારો જુલૂસ જનતા કોલોની માંથી નીકળશે, ત્યાંથી ટેકરા ફળિયું ત્યાંથી બજાર માં રહી ને ઈકરા કોલોની મસ્જિદ , રહેમત નગર સોસાયટી, રાણાવાસ, ચોરા ફળિયું, મસ્જિદ ફળિયું, નવીનગરી, ખાખર ફળિયું, તથા અંતે નિયાઝ ના સ્થળે પહોંચશે વધુમાં મુસ્લિમ બિરાદરોએ જણાવ્યું કે કોઈ પણ જાત ની વિલંબ ના થાય તેવા હેતુ થી અમો 28 તારીખ ના રોઝ બાલેશાહ પીર ની દરગાહ ખાતે જઇ અને સંદલ ની વિધિ પતાવી આવીશું જેથી કરીને બીજા દિવસે ટાઇમસર જુલૂસ પતે અને બાસ્કા ગ્રામજનો ને પૂરતું સજ્જ પોલીસ બંદોબસ્ત મળી રહે તેવી લાગણી વ્યક્ત કરેલ હતી.
ત્યાર બાદ ગ્રામ જનોએ ગામ માં થતી મોબાઈલ ની વધતી જતી ચોરીઓ વિશે ચર્ચા કરી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા શ્રીએ આ ચોરોને નાથ નાખવા પૂરતા પ્રયાસો હું ચોક્સ કરીશ બાહેધરી આપી છે વધુમાં બાસ્કા ગામ ના જેટલા પણ રૂમો ધરાવતા રૂમ માલિકો ને 5 દિવસ નું અલ્ટિમેટમ આપેલ કે દરેક રૂમ માલિકે પોતાના ભાડુવાત નાઓ નું આધારકાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટા જેવા આઇડી પ્રૂફ હાલોલ રૂલર પોલીસ સ્ટેશનમાં જમાં કરાવવા અને પોતાની રૂમો આગળ સી.સી.ટી.વી કેમેરા લગાડવા જેથી કોઈ પણ પ્રકાર ની અગમ્ય બને નહીં જો એમ કરવામાં નહીં આવે તો હું મકાન માલિકો વિરુદ્ધ ગુનાહિત પગલાં ભરવામાં અચકાઈશ નહીં ત્યારબાદ તેઓએ જણાવ્યું કે આ તમામ બાબતો નો ગ્રામજનોએ ધ્યાન રાખવો અને બંનેવ જૂથો હળી મળી ને રહે તેવી આશા છે કહી પૂર્ણવિરામ મૂકી ત્યાંથી પ્રસ્થાન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here