આર.બી.આઈ નાણાકીય સાક્ષરતા અઠવાડિયા અંતર્ગત ગોધરા અને શહેરા ખાતે કાર્યક્રમ યોજાયો

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

નાણાકીય ફ્રોડ,બચત,ઇન્સ્યોરન્સ,સરકારી યોજનાઓ જેવા અગત્યના બેન્કિંગ મુદ્દાઓ પર અસરકારક માહિતી અપાઈ

ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ ૨૦૧૬થી દરવર્ષે નાણાકીય સાક્ષરતા અઠવાડિયું ઉજવવામાં આવે છે.ચાલુ વર્ષે પંચમહાલ બેંક ઓફ બરોડા દ્વારા તા.૧૩ ફેબ્રુઆરીથી ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી નાણાકીય સાક્ષરતા અઠવાડિયું ઉજવવામાં આવ્યું હતું જેની થીમ હતી,”યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ” આ અંતર્ગત ગોધરા સ્થિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ કેન્દ્ર અને શહેરા સ્થિત નંદરવા ખાતે આરબીઆઇ દ્વારા નાણાકીય સાક્ષરતા અને જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન થયેલ હતું, જેમાં ઉપસ્થિતોને બેંકમાં ચાલતી વિવિધ સર્વિસ,બેન્કિંગ મુદ્દાઓ સહિત વિવિધ યોજનાઓ અંગે માહિતી પૂરી પડાઈ હતી.

જેમાં આર.બી.આઈ અમદાવાદના અધિકારીશ્રી અનિકેત ભોયે,જિલ્લા અગ્રણી મેનેજરશ્રી એસ.કે.રાવ, નાબાર્ડના ddm શ્રી રાજેશ ભોંસલે, વડોદરા સ્વરોજગાર વિકાસ સંસ્થાના નિર્દેશકશ્રી દેવીદાસ દેશમુખ ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને નાણાકીય ફ્રોડ, બચત, ઇન્સ્યોરન્સ, સરકારી યોજનાઓ જેવા અગત્યના બેન્કિંગ મુદ્દાઓ પર અસરકારક માહિતી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here