બ્રહ્માકુમારીઝ ગોધરા દ્વારા મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ

ગોધરા, (પંચમહાલ) નૈનેસ સોની :-

વર્તમાન તમોપ્રધાન કળિયુગી સૃષ્ટિના પરિવર્તન માટે શિવ પરમાત્મા પવિત્ર ભૂમિમાં દિવ્ય અવતરણ કરી ચૂક્યા છે ત્યારે સુખ શાંતિ અને સ્વર્ગીય સંસારની સ્થાપનામાં સહભાગી બનવા આત્મીય, શિવમ સુંદરમ એવા પરમાત્માના દિવ્ય પરિચય મેળવવા મહાશિવરાત્રીના પાવનપર્વે બ્રહ્માકુમારીઝ ગોધરા દ્વારા તા. ૧૧ થી ૧૮ ફેબ્રુઆરી દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

“શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત”ના વિષય અંતર્ગત મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મા કુમારિઝ ગોધરાના પ્રાંગણમાં શિવ સંદેશ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેના મુખ્ય મહેમાનપદે શ્રી રાકેશભાઈ,સરકારી વકીલશ્રી,શ્રી જીગ્નેશભાઈ પટેલ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી,શ્રી એ.વી.સોલંકી માધ્યમીક શિક્ષણ સંઘ મહામંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને પ્રેરણાદાયી પ્રવચન પૂરું પડાયું હતું. કાર્યક્રમની શરૂઆત શિવજીના ધ્વજારોહણ અને દીપ પ્રાગટ્ય થકી કરાઈ હતી.

બ્રહ્મા કુમારીઝ સંસ્થાના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના મુખ્ય સંચાલિકા બ્ર.કુ. સુરેખાદીદીએ શિવરાત્રીનો શિવ સંદેશ અને આશીર્વચન અર્પણ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બ્ર.કુ. શૈલેષભાઈ અને બ્ર.કુ.ઇલાદીદીએ કર્યું હતું.

કાર્યક્રમના અંતે શિવજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જે ગોધરા સ્થિત સેવાકેન્દ્રથી શરૂ થઈ છારિયા બ્રહ્મા કુમારીઝ રિટ્રિટ સેન્ટર સુધી આયોજિત કરાઈ હતી અને ત્યાં પણ શિવજીને ધ્વજારોહણ કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here