બાબરા તાલુકાના લાલકા ગામની સીમમાંથી બે અલગ અલગ ફીલ્‍ડમાં જાહેરમાં જુગાર રમતા ૧૭ ઇસમોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી…

બાબરા,(અમરેલી)
પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગઇ કાલ તા.૦૯/૦૫/૨૦૨૦ના રોજ બાબરા તાલુકાના લાલકા ગામની સીમ માં આવેલ લીંબાભાઇ જસમતભાઇ રાઠોડ તથા અરવિંદ આલાભાઇ રાઠોડની વાડીના શેઢા પાસે કેટલાક ઇસમો ભેગા મળી જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા બે અલગ અલગ ફીલ્‍ડમાં કુલ ૧૭ ઇસમો રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પકડાઇ ગયેલ હોય, અને એક ઇસમ નાસી ગયેલ હોય, આરોપીઓએ જુગાર રમવા ઉપરાંત સક્ષમ અધિકારીની પરવાનગી વગર જુગાર રમવા અમરેલી જિલ્‍લામાં પ્રવેશ કરી, સોશ્યલ ડીસ્‍ટન્‍સ નહીં જાળવી, માસ્‍ક નહીં પહેરી, બિનજરૂરી ઘરની બહાર નીકળી જાહેરનામાનો ભંગ કરેલ હોય, જે તમામ સામે જુગારધારા મુજબ તેમજ જાહેર આરોગ્ય અંગે અમલમાં રહેલ વિવિધ જાહેરનામાના ભંગ બદલ ધોરણસર કાર્યવાહી કરી બાબરા પોલીસ સ્‍ટેશન માં સોંપી આપેલ છે.

પ્રથમ ફીલ્‍ડમાં જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ-

(૧) લીંબાભાઇ જસમતભાઇ રાઠોડ, ઉ.વ.૫૪, રહે.લાલકા, તા.બાબરા
(૨) ભુપતભાઇ ખોડાભાઇ શીયાળ, ઉ.વ.૨૬, રહે.સોમલપર, તા.વીંછીયા, જી.રાજકોટ
(૩) રમેશભાઇ ભગવાનભાઇ ગાબુ, ઉ.વ.૩૯, રહે.સોમલપર, તા.વીછીયા, જી.રાજકોટ
(૪) નારણભાઇ જસમતભાઇ રાઠોડ, ઉ.વ.૬૫, રહે.લાલકા, તા.બાબરા, જી.અમરેલી
(૫) ધિરૂભાઇ લીંબાભાઇ રાઠોડ, ઉ.વ.૩૨, રહે.લાલકા, તા.બાબરા, જી.અમરેલી
(૬) જેસિંગભાઇ બોઘાભાઇ રાઠોડ, ઉ.વ.૩૨, રહે.લાલકા, તા.બાબરા, જી.અમરેલી
(૭) રમેશભાઇ છનાભાઇ સોલંકી, ઉ.વ.૩૬, રહે. સોમલપર, તા.વીછીયા, જી.રાજકોટ
(૮) વલકુભાઇ વાજસુરભાઇ ખાચર, ઉ.વ.૫૧, રહે.લાલકા, તા.બાબરા, જી.અમરેલી
(૯) ચંદુભાઇ અમરાભાઇ સોલંકી, ઉ.વ.૪૦, રહે સોમલપર, તા વીછીયા, જી.રાજકોટ
(૧૦) દાનાભાઇ રામભાઇ મીઠાપરા, ઉ.વ.૫૫, રહે.લાલકા, તા.બાબરા, જી.અમરેલી
રેઇડ દરમ્‍યાન નાસી ગયેલ ઇસમ
(૧૧) આલાભાઇ લક્ષમણભાઇ બાલારા રહે લાલકા તા.બાબરા જી.અમરેલી

પ્રથમ ફીલ્‍ડમાંથી પકડાયેલ મુદામાલ
રોકડા રૂ.૩૭,૨૪૦/- તથા ગંજી પત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૮ કિં.રૂ.૮૫૦૦/- તથા મો.સા. નંગ-૦૬, કિં.રૂ.૧,૮૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨,૨૫૭૪૦/- નો મુદ્દામાલ.

બીજા ફીલ્‍ડમાં જુગાર રમતા પકડાયેલ ઇસમો

(૧) અરવીંદભાઇ આલાભાઇ રાઠોડ, ઉ.વ.૨૭, રહે.લાલકા, તા.બાબરા
(૨) નરશીભાઇ કરશનભાઇ મકવાણા, ઉ.વ.૩૧, રહે.ઇતરીયા, તા.ગઢડા, જી.બોટાદ
(૩) બાબુભાઇ જાદવભાઇ ઓત્રાદી, ઉ.વ.૨૧, રહે.લાલકા, તા.બાબરા
(૪) સંજયભાઇ ભનુભાઇ મકવાણા, ઉ.વ.૨૮, રહે.લાલકા, તા.બાબરા જી.અમરેલી
(૫)લાલજીભાઇ રણછોડભાઇ ઝાપડીયા, ઉ.વ.૨૬, રહે.લાલકા, તા.બાબરા જી.અમરેલી
(૬) મનસુખભાઇ કાળુભાઇ રાઠોડ, ઉ.વ.૩૦, રહે.લાલકા, તા.બાબરા જી.અમરેલી
(૭) રાહુલભાઇ ભુપતભાઇ રાઠોડ, ઉ.વ.૨૩, રહે.લાલકા, તા.બાબરા

બીજા ફીલ્‍ડમાંથી પકડાયેલ મુદામાલ
રોકડા રૂ.૧૦,૬૯૦/- તથા ગંજી પત્તાના પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૩ જેની કિં.રૂ.૧૫,૦૦૦/- તથા મો.સા. નંગ-૦૨ કિં.રૂ.૬૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૮૫,૬૯૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here