બાબરા પંથકમાં આરોગ્ય કેન્દ્ર દ્વારા કવોરંટાઈન કરેલ લોકોને આરોગ્યના કર્મચારીઓ દ્વારા રોજેરોજ ટેલીફોનીક તેમજ રૂબરૂ આરોગ્ય વિષયક પુછપરછ કરવામાં આવી

બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

બાબરા શહેર આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના વૈશ્વિક રોગચાળા અંતર્ગત કામગીરી કરતાં આજ દિન સુધી વિદેશથી આવેલ ૧૪ અન્ય રાજ્યોમાંથી આવેલ ૬૬ તેમજ તા. ૧/૪/૨૦૨૦ બાદ અન્ય જિલ્લામાંથી આવેલ ૨૯ વ્યક્તિઓને હોમ કવોરંટાઇન કરેલ છે જેઓને ૧૪ દિવસ સુધી આરોગ્ય વિભાગના આદેશ મુજબ આરોગ્યના કર્મચારીઓ દ્વારા રોજેરોજ ટેલિફોનિક તેમજ રૂબરૂ આરોગ્ય વિષયક પૂછપરછ કરવામાં આવે છે તેમજ સર્વે કામગીરી માટે ૧૪ ટીમ કાર્યરત હોય બાબરાના તમામ વિસ્તારોમાંથી શરદી ઉધરસ વાળા ૭૨ દર્દીઓ શોધીને તેઓને ઘર પર મેડિકલ ટીમ દ્વારા સારવાર આપેલ છે તેમજ માઇક પ્રચાર, જૂથચર્ચા, ઘરે ઘરે જઈને કોરોના વિશે, લક્ષણો, અટકાયતી પગલા, સોશિયલ ડિસ્ટનસિંગ રાખવા વગેરે વિશે સમજણ આપેલ અર્બન હેલ્થ ઓફિસર બાબરા ની યાદીમાં જણાવૅલ છૅ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here