આજીવન કેદની સજા ભોગવતો પાકા કામના કેદી (આરોપી) ને ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

એમ.એસ.ભરાડા સાહેબ, ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા સાહેબ, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો ના નાસતા ફરતા પાકા કામના કેદી (આરોપી) હોય તેવા આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ સુચના કરતા જે.પી.મેવાડા, I/C પોલીસ સબ ઈન્સ્પેકટર, પેરોલ ફર્લો સ્કવોડ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ટાફના પોલીસ માણસોને અંગત બાતમીદારથી બાતમી હક્કીત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન 1 ગુ.ર.નં. ૧૦૪/૨૦૧૬ ઈ.પી.કો. કલમ ૩૦૨, ૩૬૪, ૩૬૬, ૧૨૦(બી), ૩૪, ૨૦૧, ૧૧૪ મુજબના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતો કેદી પેરોલ રજા પરથી ફરાર થયેલ પાકા કામનો કેદી પોતાના ઘરે હાજર હોવાની મળેલ ચોક્કસ બાતમી આધારે તેના ઘરેથી ઝડપી પાડી બાકીની સજા ભોગવવા અર્થે મધ્યસ્થ જેલ વડોદરા ખાતે સોપવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમઃ- પાકા કામનો કેદી નંબર. ૮૬૬૨૮ અજયભાઇ ડુટીયાભાઇ રાઠવા રહે.માણકા, પટેલ ફળીયા, તા. જી.છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here