નર્મદા જીલ્લા કૉંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સશપેન્ડ કરાયા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કૉંગ્રેસ ના કાર્યક્રમો માં સુચિત ગેરહાજરી અને ભાજપા ના કાર્યક્રમો માં હાજરી! !!

નર્મદા જીલ્લા કૉંગ્રેસ સમિતિ ના કાર્યકારી અધ્યક્ષ રોહિત પટેલ દ્વારા આજરોજ નર્મદા જીલ્લા કૉંગ્રેસ સમિતિ ના ઉપપ્રમુખ રમેશભાઈ ભીખાભાઈ વસાવા ને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવતા રાજકિય વર્તુળો માં આ મુદ્દો સમગ્ર જીલ્લા માં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

કૉંગ્રેસ સમિતિ ના ઉપપ્રમુખ રમેશભાઈ વસાવા ને સસ્પેન્ડ કરતા પાર્ટી ના કાર્યકારી અધ્યક્ષ દ્વારા જણાવાયું છે કે તેઓ જીલ્લા અને તાલુકા ની બેઠકો મા સતત ગેરહાજર રહેતા અને વિધાનસભા ની ચુંટણીમાં નિષ્ક્રિય થઈ પાર્ટી વિરૂદ્ધ કામગિરી કરી હોય કૉંગ્રેસ પાર્ટી માથી સસ્પેન્ડ કરવામાં આવે છે ની નોટિસ પણ કોંગ્રેસ ના જીલ્લા કાર્યકારી અધ્યક્ષ દ્વારા આપવામા આવી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે કૉંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડી જીલ્લા કૉંગ્રેસ ના ઉપપ્રમુખ રમેશભાઈ વસાવા ભાજપા માં જોડાઈ શકે છે કારણ કે આજે તેઓ નર્મદા ધારિખેડા સુગર ફેકટરી ખાતે ભાજપા જીલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ સાથે નજરે પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here