આજથી “માં” અંબાના નવલા નોરતાનો પ્રારંભ… બોડેલીમાં આધ્યા શક્તિની આરાધનાના પર્વમાં અંબાની નવરાત્રીની શરૂઆત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલીમાં આધ્યા શક્તિની આરાધનાના પર્વમાં અંબાની નવરાત્રીની શરૂઆત આજથી થઈ ગઈ છે નવરાત્રીના નવ દિવસ ભક્તો માં દુર્ગાના જુદા જુદા નવ સર્વો રૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે નવરાત્રીના પ્રથમ દિવસે મા અંબા નવદુર્ગા ની પૂજા અર્ચના કરવામાં આવે છે અને આરતી ઉતારવામાં આવે છે આજે નવરાત્રીને લઈને માતાજીના મંદિરોમાં ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે અને માતાજીના મંદિરોમાં ભીડ જોવા મળે છે નવરાત્રી એટલે ગરબાના તહેવાર આજ થી રાજ્યમાં ગરબા ની રમઝટ જામશે ત્યારે આજે બોડેલી નગરમાં અલીપુરામાં આવેલ આઇ શ્રી ખોડીયાર માના મંદિરમાં ચોકમાં ગરબા માં ખેલૈયાઓ રમઝટ જમાવી હતી ત્યારે વાત કરીએ તો બોડેલી નગરમાં આવેલ ગરબી ચોકમાં પણ ગરબા ને ખેલૈયા ભરપુર રમઝટ જમાવી હતી અને અલીપુરામાં આવેલ ગજાનંદ પાર્ક સોસાયટીમાં ગોપેશ્વર મહાદેવ મંદિર પાસે ખેલૈયાઓ એ મા અંબાના નવલી નવ રાત્રી મા ગરબાની રમઝટ જમાવટ જમાવી હતી ત્યારે આજથી પહેલા નવલા નોરતાનો પ્રારંભ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here