અરવલ્લી : સમસ્ત વિશ્વ માટે અમન અને શાંતિનો સંદેશો લઈને અવતરેલા પેગંબર સાહેબની મિલાદની ધામ ધૂમથી ઉજવણી કરાઈ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ભક્તિ, પ્રાયશ્ચિત્ત, ઇચ્છા-અપેક્ષાઓનો ત્યાગ, સંતોષ, સત્યતા, ચિંતન, સલાહ-માર્ગદર્શન, આઘ્યત્મિક જ્ઞાન, પ્રેમ-લાગણી, પ્રાયશ્ચિત, ધીરજ, આશા, ભાઈચારાની ભાવના અને એકેશ્વરવાદનો સંદેશો ફેલાવનાર ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન અંતિમ પયગંબર હઝરત મોહમ્મદ સાહેબ ના જન્મ દિવસ ની ખુશી માં ઇદે મિલાદ પર્વ મનાવવામાં આવે છે. અરવલ્લી જિલ્લામાં ઈદે મિલાદ પર્વ નિમિત્તે હજરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની ખુશીમાં તમામ મુસ્લિમ બિરાદરોએ મિલાદ પર્વની શાનદાર રીતે ઉજવણી કરી હતી. આજના દિવસે મુસ્લિમ બિરાદરો એ મોડાસાની મસ્જિદોમાં જઈ હજરત મોહમ્મદ પયગંબર સાહેબના પવિત્ર બાલ મુબારકના દર્શન કર્યા હતા. મોડાસાના મુસ્લિમ વિસ્તારનાં વોહરવાડ. કસ્બા. ઘાંચીવાડા. ચાંદ ટેકરી અને રાણા સૈયદની જમાતના લોકોએ ધાર્મિક જુલુસ કાઢ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here