શામળાજી પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન હુન્ડાઇ આઇ ૨૦ કારમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો સહિત એક બુટલેગરને ઝડપી પાડ્યો…

શામળાજી, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ આજરોજ શામળાજી પોલીસ સ્ટેશન હસ્તકની અણસોલ પોલીસ ચોકી ઉપર પો , સબ ઇન્સ શ્રી વી.વી.પટેલ તથા સ્ટાફના માણસો સાથે ચેક પો.સ્ટ ઉપર વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન હુન્ડાઇ આઇ , ૨૦ કંપનીની ગાડી GJ 05 RF 5179 નો ચાલક આવતા તેની ગાડી તપાસ કરતા ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ- ૬૩ કિ.રૂા .૧૦૧૨૦૦ / – નો મળી આવતા કબ્જે કરેલ અને ચાલકને અંગ ઝડતીમાંથી મોબાઇલ નંગ -૧ કિ.રૂ .૨૦૦૦ / – તથા ગાડીની કિ.રૂ ૨,૦૦,૦૦૦ / – ની ગણી કુલ મુદામાલ કિ.રૂ .૩૦૩૨૦૦ / – નો મુદ્દામાલ મળી આવતા કબ્જે કરી પકડાયેલ ગાડીના ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આમ , શામળાજી પોલીસને પ્રોહીબીશનનો ગણનાપત્ર કેસ શોધી કાઢી ( ૧ ) સાગર સ ઓ જીતેન્દ્ર સુંદરદાસ જાતે ચાવલા ઉં.વ .૩૧ ધંધો.પા.નોકરી રહે .૭૦૧ નુતન અવાસ ભટાર રોડ નીચર રૂપાલી નહેર રાજ એમ્પાયર સુરત વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here