અરવલ્લી : મોડાસામાં મોહસીને આઝમ મિશને અનેક સેવાકીય કાર્યો કરી રમજાન માસની મહિમાને ચાર ચાંદ લગાવ્યા…

મોડાસા,(અરવલ્લી) પરવેઝખાન ખોખર :-

મોડાસા નગરમાં સામાજિક કાર્ય હેતુએ હર હંમેશ અગ્રેસર રહેનાર મોહસીને આઝમ મિશન દ્વારા રમઝાન માસમાં પણ અનેક સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા, જેમાં મિશનના માર્ગદર્શન મુજબ સામાજિક કાર્યકરોએ મોડાસા સબ જેલમાં ઇફતાર તેમજ સેહરીની વ્યવસ્થા કરી હતી તેમજ નગરમાં રહેતા નિસહાય એવા ગરીબ પરિવારોને કીટ વિતરણ કરી માનવતાનું એક અદભુત ઉદાહરણ પૂરું પાડ્યું હતું, તથા પવિત્ર રમજાન માસના અંતિમ દિવસોમાં ઇદના દિવસે નવા કપડાંના સ્વપ્ન સેવતા જરૂરતમંદ ગરીબ પરિવારના માસુમ બાળકોને ઇદી એટલે કે ભેટ સ્વરૂપે નવા કપડાં આપી રમજાન માસની મહિમાને ચાર ચાંદ લગાવ્યા હતા આ તમામ શુભ કાર્યોની શરૂઆત અરવલ્લીના મોડાસા ખાતે આવેલ મોહસીને આઝમ મિશન મોડાસા દ્વારા ATS કાર્યાલય પરથી કરવામાં આવી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here