અરવલ્લી જિલ્લાના મેઘરજના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કસાણા અને રામગઢી ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પીયરએજ્યુકેટર તાલીમ કાર્યક્રમ યોજાયો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી જિલ્લાના મેઘરજના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય અંતર્ગત કાર્યક્રમ યોજાયો,સાવધાની અને સ્વચ્છતા અંતર્ગત માર્ગદર્શન અપાયું
પ્રોગ્રામ અંતર્ગત તાલુકા-મેઘરજના પ્રા.આ.કેન્દ્ર-કસાણા અને રામગઢી ખાતે પીયરએજ્યુકેટરની તાલીમ યોજાઇ.કિશોરાવસ્થામાં થતાં ફેરફાર હિંસાત્મક વિચારો,આરોગ્યપ્રદ જીવનશૈલી,RTI/STI જેવા પ્રજનન તંત્રના રોગો HIV-AIDS,માસિક ચક્ર તરુણ અવસ્થા દરમિયાન કિશોર-કિશોરીઓમાં થતા શારીરિક અને માનસિક ફેરફારો અને વિકાસ, કિશોરીઓમાં માસિક સ્ત્રાવ અને સ્વચ્છતા અંગેની જરૂરી કાળજીનું મહત્ત્વ વગેરે જેવા વિષય પર ગ્રુપ ચર્ચા,નાટક દ્વારા સમજાવ્યુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here