અરવલ્લી જિલ્લામાં “સડક સુરક્ષા જીવન રક્ષા” રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૪ નો સમાપન સમારોહ યોજાયો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી જિલ્લામાં લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તેવા આશય સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત ૧૫ જાન્યુઆરી થી ૧૪ ફેબ્રુઆરી સુધી કાર્યક્રમો યોજાયા હતા.જેમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા આવે તે માટે PPT પ્રેઝેન્ટેશન દ્વારા ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરવુ, ફોર વ્હિલ ચલાવતી વખતે શીટ બેલ્ટ લગાવવો, રસ્તો ક્રોસ કરતી વખતે અને વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, વાહનોના ઇન્ડીકેટરનો યોગ્ય ઉપયોગ કરવો, ઓવરસ્પીડમાં વાહન ન ચલાવવુ તેમજ ક્ષમતાથી વધારે મુસાફરોને ન બેસાડવા વગેરે મુદાઓથી મુસાફરોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ ટ્રાફિક રૂલ્સ અવેરનેશ અંગેના પેમ્પલેટસનુ વિતરણ કરવામાં આવ્યું હતું.આજે આ કાર્યક્રમનું મોડાસામાં કે.એન.શાહ હાઈસ્કૂલ ખાતે સમાપન કરવામાં આવ્યુ.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીક દ્વારા જિલ્લામાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે અને માર્ગ સલામતી માટે થતાં પ્રયત્નોમાં સહભાગી થવા માટે જણાવ્યું.
તેમણે ત્યાં હાજર શાળાના બાળકોને જણાવ્યું કે;આપ તમામ પોતાના ઘરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જાગૃતિ ફેલાવો અને તમારા માતા-પિતા અને અન્યોને જાણકારી આપો ,અને તમે વિદ્યાર્થીઓ પણ પોતે આજથીજ ટ્રાફિકના નિયમોનું પાલન કરશો.જિલ્લા કલેક્ટરે માર્ગ સલામતી માટે તંત્ર અને પોલીસ દ્વારા થતી કામગીરી વિશે જાણકારી આપી અને જાહેર જનતાને પણ ટ્રાફિક ના નિયમો અને માર્ગ સલામતી માટે જાગૃત થવા જણાવ્યું.

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી શૈફાલી બરવાલ,મોડાસા કેળવણી મંડળના પ્રમુખશ્રી બિપીનભાઈ શાહ,તેમજ અન્ય વિભાગના અધિકારીશ્રીઓ અને પોલીસ અને ટ્રાફિક વિભાગના અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here