અરવલ્લી : લાલપુર ગામની સીમમાં મહીન્દ્રા XUV માંથી વિદેશી દારૂની બોટલો સહિત કુલ રૂ.૭,૫૯,૨૦૦/- નો જંગી પ્રોહીબીશન મુદ્દામાલ ઝડપી પાડતી એલસીબી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ., ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓએ તથા શ્રી સંજય ખરાત, પોલીસ અધિક્ષકશ્રી અરવલ્લી, મોડાસાનાઓએ આપેલ સૂચનાઓ મુજબ અરવલ્લી નાઓએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે સારૂ જિલ્લામાં પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા વાહનોનું ચેકીંગ કરી અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન/ સુચનાઓ આપેલ હતી.
જે આધારે એલ.સી.બી.સ્ટાફના માણસો મોડાસા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં મોડાસા-શામળાજી હાઇવે રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા એન્જીનીયરીંગ ચાર રસ્તા નજીક આવતાં શ્રી કે.ડી.ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. મોડાસા નાઓને બાતમી હકીકત મળેલ કે, એક સીલ્વર કલરની મહીન્દ્રા XUV ગાડી નંબર GJ 01 RD 6462 નાનીમાં તેનો ચાલક રાજસ્થાનથી ભારતીય બનાવટના ઇગ્લીંશ દારૂની પેટીઓ ભરી લઇ શામળાજી થી મોડાસા તરફ જનાર છે.તેવી માહીતી મળતાં આપ શ્રીને તથા ઉપરોક્ત માણસોને બાતમી હકીકતથી વાકેફ કરેલા અને નજીકમાંથી બે પંચના માણસો બોલાવી પંચોને બાતમી હકીકત થી વાકેફ કરી આપશ્રી સાથે અમો તથા ઉપરોક્ત પોલીસ માણસો તથા પંચોએ રીતેના મોજે ખેરંચા સ્ટેન્ડ ઉપર શામળાજી આશ્રમથી મોડાસા તરફ જતાં હાઇવે રોડ ઉપર ઉભા રહી ઉપરોક્ત બાતમી હકીકત વાળી સીલ્વર કલરની મહીન્દ્રા XUV ગાડી નંબર GJ 01 RD 6462ની વોચ/નાકાબંધીમાં હતા અને શામળાજી આશ્રમ તરફથી આવતા વાહનો ચેક કરતા હતા દરમ્યાન કલાક ૦૪/૪૫ વાગે શામળાજી આશ્રમ તરફના હાઇવે રોડ બાજુથી બાતમી હકીકત વાળી સીલ્વર કલરની સીલ્વર કલરની મહીન્દ્રા XUV ગાડી નંબર GJ 01 RD 6462ની આવતા તે કારના ચાલકને પોતાની ગાડી ઉભી રાખવા સારૂ બેટરીઓ તેમજ હાથ બતાવી ઇશારો કરતા સદરી ગાડીના ચાલકે પોતાની ગાડી ઉભી રાખેલ નહીં અને મોડાસા તરફના હાઇવે રોડે ભગાડેલ જેથી સદરી કારનો અમો તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો તથા પંચોએ રીતેના સરકારી વાહનમાં બેસી પીછો કરતા સદરી મહીન્દ્રા XUV કારના ચાલકે પોતાની ગાડી પુરઝડપ માં હંકારતાં ખોડંબા નજીક જતાં સદરી મહીન્દ્રા XUV ગાડી જોવા મળેલ નહી જેથી સદરી મહીન્દ્રા XUV ગાડીનો પીછો ચાલુ રાખી મોડાસા તરફના હાઇવે રોડ તરફ આવતાં લાલપુર ગામની સીમમાં જીઇબી સબ સ્ટેશન આગળ મોડાસા તરફના હાઇવે રોડની સાઇડમાં ચોકડીમાં બાતમી હકીકતવાળી સીલ્વર કલરની મહીન્દ્રા XUV ગાડી નંબર GJ 01 RD 6462 ની પલ્ટી ખાધેલ હાલતમાં પડેલ હતી. જેથી સદરી કાર નજીક જઇ બેટરીઓના અજવાળે જોતા કારમાં કે આજુ બાજુમાં કોઇ ઇસમ જોવા મળેલ નહી. સદરી કારને જોતા કાચ તુટેલ હાલતમાં હતા. સદરી કારમાં જોતા અંદર ઇગ્લીંશ દારૂની પેટીઓ તથા છુટી બોટલો ભરેલ હતી જે પૈકીની બોટલો સદર મહીન્દ્રા એક્સયુવી ગાડી પલ્ટી ખાઇ જવાના કારણે ફુટી ગયેલ હતી. તેમજ મહીન્દ્રા XUV ગાડીને પણ નુકશાન થયેલ હોઇ જેથી સદરી મહીન્દ્રા XUV ગાડીને જેતે સ્થિતીમાં રહેવા દઇ પ્રાઇવેટ ક્રેન બોલાવી કારને ચોકડીમાંથી બહાર કાઢી મહીન્દ્રા XUV કારના દરવાજા ખોલી અંદર જોતા ઇગ્લીંશ દારૂની પેટીઓ કાર પલ્ટી ખાઇ જવાના કારણે પેટીઓ ફાટી જઇ અંદરની ઇગ્લીંશ દારૂની બોટલો તુટી ગયેલ હતી તેમજ જાહેર રોડ હોવાના કારણે વાહનો ની સતત અવરજવરના કારણે મહીન્દ્રા XUV ગાડી કારમાં ભરેલ ઇગ્લીંશ દારૂ બહાર કાઢી ગણવો હીતાવહ ન જણાતા મહીન્દ્રા XUV ગાડી કારને પ્રાઇવેટ ક્રેનથી ટાંચણ કરી આગળ મહીન્દ્રા XUV ગાડી અને પાછળ સરકારી વાહન એમ ટીંટોઇ પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં લાવી મહીન્દ્રા XUV ગાડી ભારતીય બનાવટના ઇગ્લીંશ દારૂની આખી પેટી નંગ-૧૧ જેમાં કુલ બોટલો-૪૯૨ તથા છુટી બોટલોનંગ-૬૯૬ મળી કુલ બોટલો નંગ-૧૧૮૮ જેની કિં.રૂ.૨,૫૯,૨૦૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા મહીન્દ્રા XUV ગાડી નંબર GJ 01RD 6462 ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-કુલ કી.રૂ.૭, ૫૯, ૨૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ.આ કામે આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા સારૂ પુર્વ આયોજીત ગુનાહીત કાવતરૂ રચી વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇગ્લીંશ દારૂ ભરી લાવેલ જે સબંધે ટીટોઇ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.
પકડાયેલ મુદ્દામાલઃ-
(૧) એક સીલ્વર કલરની મહીન્દ્રા XUV ગાડી નંબર GJ 01 RD 6462 કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
(ર) ભારતીય બનાવટના ઇગ્લીંશ દારૂની પેટી નંગ-૧૧ જેમાં કુલ બોટલો-૪૯૨ તથા છુટી બોટલો નંગ-૬૯૬ મળી કુલ બોટલો નંગ-૧૧૮૮ જેની કિં.રૂ. ૨,૫૯,૨૦૦/-નો
કુલ-કિ.રૂ.૭,૫૯,૨૦૦/- નો મુદ્દામાલ.
આરોપીઓઃ-
(૧) એક સીલ્વર કલરની મહીન્દ્રા XUV ગાડીનં GJ 01 RD 6462નો ચાલક જેનું નામઠામ મળેલ નથી.
કામ કરનાર અધિકારી / કર્મચારીઓઃ-
(૧) શ્રી કે.ડી.ગોહિલ,પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી., મોડાસા.
(ર) અ.હે.કો.વિષ્ણુભાઇ સાગરભાઇ એલ.સી.બી., મોડાસા.
(૩) અ.હે.કો.અભેસીંહ કોદરસિંહ એલ.સી.બી., મોડાસા.
(૪) અ.હે.કો.દીલીપભાઇ થાનાભાઇ એલ.સી.બી., મોડાસા.
(૫) ડ્રા.આ.પો.કો.કીરણકુમાર લક્ષ્મણભાઇ એલ.સી.બી., મોડાસા.

આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અરવલ્લી ધ્વારા સ્કોર્પિયો ગાડીમાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂની ગે.કા. હેરાફેરીનો પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી પ્રસંશનીય કામગીરી કરેલ છે. તા.૧૧.૦૫.ર૦ર૩.

( કે.ડી.ગોહિલ )
પોલીસ ઇન્સ્પેકટર,
એલ.સી.બી. અરવલ્લી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here