અમદાવાદમાં અહેમદશા આર્મી પ્રસંગોમાં વધેલ રસોઈ એકઠી કરી ગરીબોની જઠરાગ્રી ઠારી માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે

અમદાવાદ, આરીફ દીવાન :-

“રાત દિવસ સેવા કાર્ય કરનાર કાર્યકરોને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા”

અમદાવાદ શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃતિ થકી ટીમ અહમદશાહ આર્મી દ્વારા માનવ સેવા જીવદયા પશુ પક્ષી, સાફ સફાઈ અભિયાન તેમજ અહમદાબાદ ને બાદશાહ એહમદશાહએ બનાવેલ એટલે આ ગ્રુપનું નામ અહમદશાહ આર્મી છે જે છેલ્લા 5 વર્ષથી આ સેવાકીય પ્રવુતિ કરતી રહી છે, વર્ષ 2018 થી અહેમદશાહ આર્મી એકતા ના ઉદ્દેશ સાથે સાથે અન્ન નો ખોટો બગાડ ન થાય તેવા મિશન થી અનોખી સેવા કાર્યની શરૂઆત કરવામાં આવી છે જેમાં અમદાવાદ શહેર જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં લગ્ન પ્રસંગ હોય ધાર્મિક પ્રસંગો હોય કોઈપણ સમાજને પ્રસંગમાં મહેમાન નવાજી માટે જમણવારના કાર્યક્રમો અંતર્ગત તેમાં વધેલ રસોઈ વધારાની અહેમદશા આર્મી ગ્રુપ દ્વારા પોતાના વાસણ પોતાના વાહન ના મધ્યમથી એની ટાઈમ એટલે કે રાત દિવસ સોશિયલ મીડિયાના મધ્યમથી કે જાણકાર વર્તુળોના મધ્યમથી જે તે સ્થળે જમણવાર નો કાર્યક્રમ દરમિયાન વધારાની રસોઈ લઈ ને જરૂરત બંધ ગરીબ મધ્યમ વર્ગના ભૂખ્યા બાળકો વૃદ્ધો મહિલાઓ યુવાનો વિકલાંગ મન બુદ્ધિ ના માનવોને તે ભોજન સમારંભના કાર્યક્રમમાં વધેલી વધારાની રસોઈ જરૂરત મંદ વ્યક્તિઓને પહોંચાડીને જરૂરત મંદ ગરીબોની જઠરાગ્રીઠારી અનોખા સેવા કાર્ય કરી ભૂખ્યા ને ભોજન આપી દુઆઓ આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે અમદાવાદ જિલ્લા પંથકમાં આ અનોખી સેવાના કાર્ય કરનાર ખલીલ એ અહેમદશા આર્મી ગ્રુપના યુવાનો કાર્યકરોની સેવાને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સેવા લક્ષી કામગીરીને બિરદાવા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેવાભાવી સંસ્થાના યુવાનો કાર્યકરો નો ઉત્સાહ ઉમંગ વધે અને વધુ સેવા કાર્યમાં રસ લઈ અમદાવાદ જિલ્લા પંથકમાં વધુ જરૂરત મંદ ગરીબ વર્ગના લોકોને ભરપેટ ભોજન મળે તેવા પ્રયાસો કરતી અહેમદશા આર્મી ગ્રુપ નું સેવાભાવી કાર્ય અંતર્ગત આયોજકો દ્વારા સન્માન સાથે શિલ્ડ ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા જે સમગ્ર કાર્યક્રમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે તેમ ગ્રુપના સંસ્થાપક એડવોકેટ ગુલમોઈન ખોખરે અખબારી યાદીમાં જણાવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here