શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના પરિસરમાં દીપાવલીના શુભ અવસરે મારો દેશ મારી માર્ટી”ની થીમ પર અદ્ભુત કલાત્મક રંગોળી…

અમદાવાદ, મુસ્તુફા મિર્ઝા (કાલોલ) :-

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના વિશાળ પરિસરમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અનુજ્ઞા અન્યવે સંતભકત વૃંદ દ્વારા કલાત્મક અને ભવ્ય રંગોળી બનાવેલ છે રંગોળીનો સંબંધ રંગો સાથે છે જુદા જુદા રંગોથી એનર્જી મળે છે. તમામ નેગેટિવ એનર્જીને જીવનમાંથી દૂર કરવા તેમજ આવનારા સમયને ખુશીથી ભરી દેવા રંગોનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત રંગોળી પાડવાથી કોન્સન્ટ્રેશન વધે છે અને મગજ સ્થિર થાય છે.

મંદિરના વિશાળ પરિસરમાં 50×50 માં મારો દેશ મારી માટી ની થીમ પર સાથે સાથે તેને અનુરૂપ જય જવાન, જય કૈસાના સૂત્ર, ભારતના ૨૯ રાજયોની માટી, 2100 માટીના કોડિયામાં દિવાઓ પ્રગટાવી વગેરેનું દિશાસુચન કરતી રંગોળીની સજાવટ કરવામાં આવી છે જેમાં ૨૫૦ કિલો કરતાં વધુ વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ, રંગોળી
એ ધાર્મિક સંસ્કૃતિ તથા આસ્થાનું પ્રતિક છે અને વાતાવરણમાં સારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે ભારતીય સંસ્કૃતિની વિરાસતતાને જાળવવા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સતત સક્રિય છે. આવી રંગોળીની કલાત્મક અભિવ્યક્તિના દર્શન માટે મોટી સખ્યામાં દર્શકો ઉમટી રહ્યા છે.

છેલ્લા ૩૪ વર્ષોથી વિશાળ પારો ભાગીય સંસ્કૃતિનું સંવર્ધન થતું રહે તદર્થે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સમ્યાન દીપાવલીના મહાન પર્વે વિવિધ થીમ પર કલાત્મક રંગોળી અને દીવા પ્રગટાવીને સજાવટ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here