સિદ્ધપુરની નરસંગ ટેકરીના મહંત કાળધર્મ પામ્યા

સિદ્ધપુર,(પાટણ ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુરની સરસ્વતી નદીના સામે કિનારે આવેલ લાલપુર ગામના નાકા ઉપર આવેલ નરસિંહ ટેકરી તરીકે ઓળખાતા સ્થળ ઉપર બિરાજેલા ઐતિહાસિક શ્રીચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદીરમાં છેલ્લા 25 વર્ષોથી મહંત તરીકે મહાદેવજીની સેવા પૂજા અર્ચના કરતા સુધાંશુ ગીરી ગુરુ શ્યામગિરી ટૂંકી માંદગી બાદ પ્રથમ સિદ્ધપુર સિવિલ તેમજ ત્યારબાદ ધારપુર સિવિલ ખાતે ઘનિષ્ઠ સારવાર કરવા છતાં શુક્રવારે સવારે બાર વાગ્યાના સુમારે કાળધર્મ પામ્યા હતા જેથી તેઓને ધારપુર સિવિલ થી સીધા તેઓના પાર્થિવ શરીર ને નરસિંહ ટેકરી ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં મહેસાણા મંડળના સાધુ-સંતોએ તેઓની સાધુ શાહી પ્રમાણે અંતિમ વિધિ કરી તેઓને ત્યાંથી પાલખી દ્વારા હિંગળાજ માતા સંકુલમાં આવેલા કપિલ આશ્રમ ખાતે લાવી આખી રાત પાર્થિવ શરીર પાસે સેવકો અને ભક્તો દ્વારા ભજનો કરાવી શનિવારે સવારે દસ વાગ્યે ભંડારવામાં આવ્યા હતા આ પ્રસંગે મહાકાલી મંદિર ના મહંત વિનોદ ગીરીબાપુ, અરવિંદ ગીરીબાપુ ,પારસ ગીરીબાપુ, તેમજ મહેસાણા મંડળ ના સાધુઓ સહિત સુધાંશુ ગીરી મહારાજ ના ભક્તો સેવકો તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here