સિદ્ધપુરના કંડકટરે દાગીના-રોકડ સહિત આશરે બે લાખના મુદ્દામાલ ભરેલો થેલો મૂળમાલિકને પરત કરી ઇમાનદારીનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર ડેપોના કંડકટરે એક મુસાફરનો દાગીના, રોકડ અને કપડાં સહિત આશરે બે લાખના મુદ્દામાલ ભરેલો થેલો પરત આપી ફરજની સાથોસાથ નિષ્ઠા અને ઈમાનદારીનું ઉત્તમ કાર્ય કર્યું છે.સિદ્ધપુર ડેપોમાં ફરજ બજાવતા કંડકટર એમ.એ.શાહુ,બેજ નં.1527/A ગત ૧૫મી ના રોજ પોતાની ફરજ દરમિયાન બાપુનગર થી સિદ્ધપુર પરત આવ્યા ત્યારે ડેપો ખાતે તમામ મુસાફરો ઉતરી ગયા બાદ એક કાપડ નો સિવેલો થેલો બસ માં બિનવારસી પડેલો દેખાતા તે અંગે કન્ટ્રોલપોઇન્ટમાં જાણ કરી તેને જમા કરાવતી વખતે અન્ય કર્મચારીઓની હાજરીમાં ચેક કરતા અંદર દાગીના સહિત રોકડ રકમ અને કપડાં પડયા હતા ઉપરાંત અંદર એક બિલ મળી આવતા તેના થકી સમ્પર્ક કરવાની કોશિશ કરતા હતા તે જ અરસામાં થેલોના મૂળ માલિકે પણ ડેપોનો સમ્પર્ક કરતા તેમને રૂબરૂ બોલાવી થેલા અંગે ખરાઈ કરી સિદ્ધપુર ડેપો મેનેજર એન.કે.ચૌધરી,કંડકટર એમ.એ.શાહુ અને ડેપોમાં ટીટુ/એ ની કામગીરી કરતા સુભાષભાઈ આચાર્ય અને કે.એલ.દવે ની હાજરીમાં થેલા ના માલિક જ્યંતી ભાઈ લીલાધરભાઈ રાવળ ને ઉપરોક્ત થેલો પરત કરવામાં આવ્યો હતો. હળાહળ કલિયુગમાં પણ કિંમતી સામાન અને રોકડ ભરેલો થેલો હેમખેમ પરત મળી જતા જયંતીભાઈએ પોતાના ઈસ્ટ દેવ ની કૃપા માની સાથોસાથ ઈમાનદારી સહિત ફરજ નિભાવનાર કંડકટર-ડ્રાઈવરની ભારોભાર પ્રશંશા કરી તેઓનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.

અમો બાપુનગર થી અમારા વતન મીઠાધરવા મારા પુત્ર ના ઝેમ નો પ્રસંગ હોવાથી આવતા હતા ત્યારે મહેસાણા (રાધનપુર ચોકડી) ઉતર્યા હતા.પરંતુ થેલો બસમાં જ ભૂલી જતા અમો મોઢેરા બસ પોર્ટ પર જઈ એક કંડકટર પાસેથી સિદ્ધપુર ડેપોનો સમ્પર્ક કરી આ અંગે જાણ કરી હતી.બાદમાં અમો સિદ્ધપુર જઈ રૂબરૂ જાણ કરતા અમોને અમારો થેલો (કે જેમાં સોનાનું લોકેટ,બે સોના ની વીંટીઓ,ચાંદીનું મંગળસૂત્ર જેવા દાગીના, રોકડ અને કપડાં ભરેલા હતા તે તમામ) સહી-સલામત હેમખેમ પરત મળી જવા પામ્યો હતો. કંડકટર-ડ્રાઈવરની ફરજ નીષ્ઠા અને ઈમાનદારી માટે હું તેઓ બન્ને સહિત એસ. ટી.નિગમ ને વંદન કરી તેનો આભાર માનું છું.

  • જયંતીભાઈ લીલાધભાઈ રાવળ-ગોમતીપુર (અમદાવાદ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here