મધ્ય પ્રદેશના ઉમરાલી ગામના હેન્ડિકેપ માઈ ભક્તનું શકિત પીઠ પાવાગઢ દર્શન કરવા નું સપનુ નરેન્દ્ર ભાઇ મોદી ની ભાજપ સરકારે આપેલી ત્રણ પૈડા વાળી ઇલેક્ટ્રોનિક સાયકલ થકી સાકાર થશે”

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

જાણવા મળ્યા મુજબ આજ રોજ સવારે મધ્યપ્રદેશ ના અલીરાજપુર જિલ્લાના સોંડવા તાલુકા ના ઉમરાલી ગામના હેન્ડીકેપ યુવાન વેરલીયા સિરસ્તા ને મધ્યપ્રદેશ સરકારે આપેલી ઇલેક્ટ્રોનિક સાયકલ લઇ શક્તિપીઠ પાવાગઢ ખાતે જવા રવાના થયેલા 28 વર્ષીય હેન્ડીકેપ યુવાન સાંજે 6:30 વાગે બોડેલી આવી પહોંચ્યા હતા પ્રથમ વાર પાવાગઢ જઈ રહેલા આ હેન્ડીકેપ યુવાનના ચહેરા ઉપર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
થ્રી વ્હીલ ની સાયકલ લઇ શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન જઈ રહેલા આ વેરલીયા સીરસ્તા સાથે વાતચીત કરતા તેઓ જણાવ્યું હતું કે તેઓને આ સાયકલ નરેન્દ્ર મોદી તેમજ મધ્યપ્રદેશ ની ભાજપ સરકારે આપી છે અને આ સાયકલ થકી આ હેન્ડીકેપ યુવાન પ્રથમ વાર શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે માથુ ટેકવા જઈ રહ્યો છે તેને જણાવ્યું હતું કે અમારા ગામના ઘણા બધા યુવાનો દર વર્ષે નવરાત્રી સમયે મહાકાળી માતાજીના ધામ ઉપર જાય છે અને મારે પણ જવું હોય પણ હું કઈ રીતે જાઉં કેમકે તે પોતે હેન્ડીકેપ હોઈ જઈ શકતો ન હતો.
આ યુવાનની વર્ષો જૂની તમન્ના આજરોજ સોમવારે પૂર્ણ થઈ હતી અને આજ રોજ તે પરત ફર્યો હતો આ દર્શન માત્ર ને માત્ર આ ઇલેક્ટ્રોનિક સાયકલ થકી જ સાર્થક થયા છે તેમ તેને જણાવ્યું હતું
આ હેન્ડીકેપ યુવાન આજરોજ સવારના 07:00 વાગ્યે ઉમરાલી થી નીકળ્યો હતો જે સાંજે છ ત્રીસ કલાકે બોડેલી આવી પહોંચ્યો હતો તેને ઘરેથી નીકળતા પહેલા પાંચ કલાક બેટરી ચાર્જ કરી હતી અને ત્યારબાદ રસ્તામાં બોડેલી કવાટની વચ્ચે કોઈના ઘરે એક કલાક બેટરી ચાર્જ કરી હતી. દર કલાકે 25 કિ.મી નું અંતર કાપતા પાંચ કલાકના ચાર્જિંગમાં 125 કિ.મી નું અંતર કપાય છે જેથી આ યુવાનને માત્ર બે ત્રણ વાર જ બેટરી ચાર્જ કરવી પડશે તેમ તેને જણાવ્યું હતું
સોમવારે પાવાગઢ પહોંચ્યા બાદ તેઓના ગામના બે વિલની સાઇકલ લઇ નીકળેલા અન્ય યુવાનો સાથે રોપવે મારફતે પાવાગઢ પર્વત પર ચડી ત્યાં થી આ યુવાન હાથના સહારે નિજ મંદિર ઉપર ચડી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી
આ હેન્ડીકેપ યુવાન વેરલીયા શિરસ્તા સાથે વાતચીત કરતા તેને હિન્દી ભાષા માં જણાવ્યું હતું કે યે સાયકીલ મેરે કો મોદી સાહેબ ને ભેજી હૈ ઔર ઉસકો દેને અલીરાજપુર કે પુર્વ MLA નાગરસિંહ ચૌહાણ ઉમરાલી મેરે ઘર પે આકર મુજકો દે ગયે થે ઓર બતાયા થાકી આપ કે લિયે દિલ્હી સે મોદી સાહેબને યે સાઇકિલ ભેજિ હૈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here