સુરત શહેરના અઠવા ઝોનના હદ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોને તંત્રના છુપા આશિર્વાદ..!? અનેક રજૂઆતો હોવા છતાં જુનિયર ઇજનેરના આંખ આડા કાન…

સુરત, દિપ મહેતા :-

સુરત શહેરના અઠવા ઝોનની હદ વિસ્તારમાં આવેલ કરીમાબાદ સોસાયટી ઘોડદોડ રોડ સુરત તેમજ ગિરધર એસ્ટેટ વિભાગ ૨ ઉધના-મગદલ્લા રોડ ખાતે થયેલ મસમોટા ગેરકાયદેસર બાંધકામ બેફામ રીતે બંધાઈ રહ્યા છે, બિલ્ડર લોબી ને જાણે ખુલ્લો દોર મળી ગયો હોય એમ કોઈની પણ સેહશરમ વગર તોતિંગ ઉમારતો ઉભી કરી રહ્યા છે.. શુ આ બાબતે જુનિયર ઇજનેર ચંદ્રેશ સવાણી અજાણ હશે કે પછી તેઓની રહેમ નજરના પ્રતાપે ગેર કાયદેસર બાંધકામો વેગવંત બંધાઈ રહ્યા છે… લોકોમાં આવા અનેક પ્રશ્નો ઉદભવ પામી રહ્યા છે.

આ બાબતે એક સભ્ય નાગરિક દ્વારા જુનિયર ઇજનેર ચંદ્રેશ સવાણીને રજૂઆતો કરવામાં આવતા જુનિયર ઇજનેર ચંદ્રેશ સવાણી દ્વારા કહેવામાં આવેલ છે કે તમારી ઓનલાઇન ફરિયાદો છે તો તમને જવાબ પણ ઓનલાઇન મળી જશે.અને જુનિયર ઇજનેર ચંદ્રેશ સવાણી દ્વારા જે ઓનલાઇન જવાબ આપવામાં આવેલ છે એમાં એવું જણાવાયું છે કે તમારી ફરિયાદ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પરંતુ આજ દિન સુધી આ બે સ્થળો પર મસ્ત મોટા બાંધકામ આજે પણ વઅડીખમ ઉભા છે.
તો શું કાર્યપાલક ઇજનેર શ્રી એમ ડી ચાવડા સાહેબ ને જુનિયર ઇજનેર ચંદ્રેશ સવાણીને બચાવવાની કામગીરી સોંપવામાં આવેલ છે.?
કે પછી આ ગેરકાયદેસર મસ્તમોટા બાંધકામ કરનારાઓ દ્વારા જુનિયર ઇજનેર ચંદ્રેશ સવાણી તથા કાર્યપાલક ઇજનેર શ્રી એમ.ડી.ચાવડા સાહેબને ગુલાબી મીઠાઈ આપવામા આવેલ હશે ?
એક જાગૃત નાગરિક આ મસમોટા અડીખમ ઉભેલા બાંધકામની ઓનલાઈન ફરિયાદ અનેક વખત કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવેલ તો શુ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જુનિયર ઇજનેર ચંદ્રેશ સવાણી પર લગામ લગાવશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here