છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અપહરણના ગુનાનો નાસતો-ફરતો આરોપીને તથા ભોગ બનનારને શોધી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ..

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા શ્રીછે આઇ.જી.શેખ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ શ્રી વી.એસ.ગાવિત પોલીસ – ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના આપેલ
જે અન્વયે આજ રોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર * પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા,તે દરમ્યાન બાતમી આધારે છોટાઉદેપુર પો.સ્ટે. પાર્ટ એ-ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૨૨૩૧૧૬૯/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬ મુજબના કામનો આરોપી * હસમુખભાઇ ઉર્ફે હસલો નંદુભાઇ નાયકા ઉ.વ.૧૯ રહે.ઘુટણવડ, માળ ફળીયા,તા.જેતપુર પાવી હું જી.છોટાઉદેપુરનાનો તથા ભોગબનનાર બોપા ગામ બસ સ્ટેન્ડ પાસે મળી આવતા સદર ઇસમને પકડી લઈ તેનુ નામઠામ પુછતા તેણે પોતાનુ નામ ઉપરોક્ત મુજબ જણાવતા સદર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમ:- હસમુખભાઇ ઉર્ફે હસલો નંદુભાઇ નાયકા ઉ.વ.૧૯ રહે.ઘુટણવડ,માળ ફળીયા,તા.જેતપુર પાવી જી.છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here