શામળાજી પોલીસે નીશાન ટેરેનો ફોરવીલ ગાડીની ડીકી નીચે ગુપ્ત ખાનામાં છુપાવી લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

શામળાજી, (અરવલ્લી) વસીમ શેખ :-

વિદેશી દારૂની બોટલ નંગ-૧૫૧ કિ.રૂ.૮૨,૨૨૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦૦/ મળી ફૂલ કિ.રૂ.૨,૮૭,૨૨૦/-નો પ્રોહી મુદ્દામાલ ઝડપાયો

શ્રી અભય ચુડાસમા સાહેબ, પોલીસ મહાનિરક્ષક શ્રી, ગાંધીનગર રેન્જ, તથા શ્રી સંજય ખરાત સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી,અરવલ્લી મોડાસાનાઓ તરફથી હાલ વિધાનસાભાની ચૂંટણી યોજાનાર હોય જે અનુસંધાને અવલ્લી જીલ્લામાં પ્રોહીબિશનની બદી નેસ્ત નાબુદ કરવા સખતમાં સખત વાહન ચેકીંગ કરી તેમજ બોડર તરફથી આવતા અંતરિયાળ રસ્તાઓ ઉપર નાકાબંધી ગોઠવી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે નાયબ પોલીસ અધીક્ષક શ્રી કે,જે ચૌધરી સાહેબ મોડાસા વિભાગ મોડાસા નાઓએ અસરકારક કામગીરી કરવા અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવા સુચના કરેલ હતી. જે અન્વયે આજ રોજ શામળાજી પોલીસ સ્ટેશન હસ્તકની અણસોલ પોલીસ ચોકી ઉપર વાહન ચેકીંગ દરમ્યાન નીશાન ટેરેનો ફોરવીલ ગાડી નંબર, GJ 01 RG 8583 ની ડીકી નીચે ગુપ્ત ખાનું બનાવી ખાનામાં અલગ અલગ બ્રાન્ડની છુટી બોટલો નંગ-૧૫૧/- કિ.રૂા.૮૨,૨૨૦/-ની તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/-તથા ગાડીની કિ.રૂ.૨.,૦૦,૦૦૦/-ની ગણી કુલ મુદામાલ કિ.રૂ.૨,૮૭,૨૨૦/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવતા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમ, શામળાજી પોલીસને પ્રોહીબીશનનો ગણનાપત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

પકડાયેલ આરોપી(૧) યશપાલસિંહ ગોવીંદસિંહ વાઘેલા રહે ૧૭ તાલુકા પંચાયત ક્વાટર ભચાઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here