શામળાજી પોલીસે બલેનો ફોરવ્હિલ ગાડીમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી

શામળાજી, (અરવલ્લી) વસીમ શેખ :-

ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ- ૬૦ કિ.રૂ.૯૦,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૨,૯૫,૦૦૦/- ની રકમનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

આજરોજ શામળાજી પોલીસ સ્ટેશન હસ્તકની અણસોલ પોલીસ ચોકી ઉપર પો.સબ.ઇન્સ શ્રી વી.વી.પટેલ તથા સ્ટાફના માણસો સાથે ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન મારૂતી કંપનીની બલેનો ગાડી નંબર. HR42E6092 નો ચાલક આવતા તેની ગાડી તપાસ કરતા ગાડીમાંથી અલગ અલગ બાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ-૬૦ કિ.રૂ.૯૦,૦૦૦/- નો મળી આવતા કબ્જે કરેલ અને ચાલકને અંગ ઝડતીમાંથી મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા ગાડીની કિ.રૂ ૨,૦૦,૦૦૦/- ની ગણી કુલ મુદામાલ કિ.રૂ.૨,૯૫,૦૦૦/–નો મુદ્દામાલ મળી આવતા કબ્જે કરી પકડાયેલ ગાડીના ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આમ, શામળાજી પોલીસને પ્રોહીબીશનનો ગણનાપત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે. પકડાયેલ આરોપી : (૧) દિપાશુ વિરેન્દ્રકુમાર જાતે આર્યા(પંજાબી) ધંધો અભ્યાસ હાલ રહે.સરગમ શોપીંગ સેન્ટર સુર્યમજલી એપાર્ટમેન્ટ સુરત મુળ રહે.૧૯૮/૧૩ સિક્સ કોલોની સોનીપત તા.જિ.સોનીપત (હરીયાણા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here