શામળાજી પોલીસે મહિન્દ્રા ગાડીમાં લઈ જવાતા દેશી બનાવટના વિદેશી દારૂને ઝડપી પાડ્યો…

શામળાજી, (અરવલ્લી) વસીમ શેખ :-

ભારતીય બનાવટની વિદેશી દારૂની તથા બીયરની બોટલ નંગ-૬૮ જેની કિમંત રૂપીયા.૨૭૬૬૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૩,૩૧,૬૬૦/- ની રકમનો મુદ્દામાલ ઝડપી પડાયો

શ્રી અભય ચુડાસમા સાહેબ, પોલીસ મહાનિરક્ષક શ્રી, ગાંધીનગર રેન્જ, તથા શ્રી સંજય ખરાત સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી,અરવલ્લી મોડાસા નાઓ તરફથી અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા શંકાસ્પદ વાહનોનું સઘન ચેકીંગ રાખવા તથા બાતમીદારો રાખી માહીતી મેળવી વિદેશીદારૂની હેરાફેરીના કેસો શોધી કાઢવા સારૂ સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ,મોડાસા વિભાગ મોડાસાઓના માર્ગદર્શન હેઠળ કામગીરીમાં રોકાયેલ હતા જે અન્વયે આજરોજ શામળાજી પોલીસ સ્ટેશન હસ્તકની અણસોલ પોલીસ ચોકી ઉપર પી.સબ.ઇન્સ શ્રી વી.વી.પટેલ તથા સ્ટાફના માણસો સાથે ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન મહીન્દ્રા કેમ્પર ગાડી નંબર, RJ44GA0257 નો ચાલક તથા તેની સાથેનો બીજો ઇસમ આવતા તેઓની ગાડી તપાસ કરતા ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની તથા બીયરની બોટલો નંગ-૬૮ કિ.ગ.૨૭૬૬૦/- નો મળી આવતા કબ્જે કરેલ અને ચાલક તથા તેની સાથેના બીજા ઇસમની અંગ ઝડતીમાંથી મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૪૦૦૦/- તથા ગાડીની કિ.રૂ ૩,૦૦,૦૦૦/- ની ગણી કુલ મુદામાલ કિ.રૂ.૩,૩૧૬૬૦/-નો મુદ્દામાલ મળી આવતા કબ્જે કરી પકડાયેલ ગાડીના ચાલકતથા તેની સાથેના ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલઆરોપી :- (૧) નેમારામ સ/ઓ હેમાસમ જાતજાટ ઉ.વ.૧૯ રહે.મદલીયા તા.ડીડવાના જિનાગોર થાના મોલાસર (રાજસ્થાન) (૨) રામસ્વરૂપ સઓ દાનાસમ જાતે જાટ ઉ.વ.૧૯ ધંધો મજુરી રહેલાદરીયા તા,ડીડવાના જિ. નાગૌર ઘાના, મોલાસર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here