અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે 05 થી 09 નવેમ્બર, 2022 દરમિયાન વિશ્વ વિખ્યાત શામળાજી મેળામાં મતદાર જાગૃતિ અંગેનો વિશેષ જનસંપર્ક કાર્યક્રમ યોજાશે

શામળાજી, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે 05 થી 09 નવેમ્બર, 2022 દરમિયાન વિશ્વ વિખ્યાત શામળાજી મેળામાં મતદાર જાગૃતિ અંગેનો વિશેષ જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવનાર છે.મતદાર જાગૃતિ વિષય પર આયોજિત આ જનસંપર્ક કાર્યક્રમમાં પ્રચારના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવશે. વિશેષ મહાનુભાવો અને તજજ્ઞોના નિવેદનો, મતદારોને જાગૃત કરવા વિશાળ પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, ઈનામ વિતરણ અને ઈવીએમ નિદર્શન, મેગેઝીન વિતરણ, રેલી દ્વારા મતદારોની જનભાગીદારીનો પ્રચાર, વિવિધ માધ્યમો દ્વારા સુગમ પ્રચાર સાથે કાર્યક્રમ હશે.
કાર્યક્રમના સુચારૂ સંચાલન સાથે આ ઝુંબેશને સફળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે, ગુરુવાર, 03.11.2022 ના રોજ બપોરે 3.00 કલાકે, શ્રી યોગેશ પંડ્યા, નાયબ નિયામક, સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન એન્ડ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, અમદાવાદ અને અરવલ્લી જિલ્લા માહીતી વિભાગ ના નિધિબેન જયસ્વાલ આને રેશમા નિનામા આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહયા હતાં. આ પત્રકાર પરિષદ મોડાસાના સર્કીટ હાઉસ ખાતે રાખવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here