શામળાજીના લાલપુર ગામે એસ.ટી બસના મહીલા કંડકટર કર્મચારીને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપનારને સુરતના રાંદેર વિસ્તારમાંથી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,અરવલ્લી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત, સાહેબ અરવલ્લી નાઓએ જિલ્લામાં નાસતા ફરતાં આરોપીઓને પકડી પાડવા તેમજ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા માર્ગદર્શન સુચનાઓ આપેલ હતી.
જે આધારે શ્રી કે.ડી.ગોહીલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોડાસા નાઓએ એલ.સી.બી સ્ટાફના અધિકારી/કર્મચારીઓને જિલ્લામાં અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓ ઝડપી પાડવા જરૂરી બાતમી મેળવી અસરકારક કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ હતી. ગઇ તા.૦૬/૦૧/૨૦૨૩ના રોજ શામળાજી પોલીસ સ્ટેશન પાર્ટ:એ ગુ.ર.નં.૧૧૮૮૦૧૦૨૩૦૦૨૨૪૨૦૨૩ ઇ.પી.કો.કલમ:૩૩૨,૩૨૩, ૫૦૪,૫૦૬(૨) મુજબના કામના ફરીયાદી એસ.ટી.બસના મહીલા કંડકટર ફરજ ઉપર હતાં તે દરમ્યાન કોઇ અજાણ્યા માણસે તેમને ગડદાપાટુનો માર માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ હોઇ ગુન્હો દાખલ કરેલ જે ગુન્હાની ગંભીરતાને લઇ સદર ગુન્હાના આરોપીની ઓળખ થયેલ ન હોય ગુન્હો શોધી કાઢવા સારૂ બાતમીદારો રોકી તપાસ કરતાં બાતમીદારથી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે સદર ગુન્હો રાજેશભાઇ સવજીભાઇ હોથા રહે.વાકાનેર છાપા તા.ભીલોડા જી.અરવલ્લીવાળાએ કરેલ છે. જે આરોપી હાલ ૪૧ શ્રીજીનગરી સોસાયટી રાંદેર વિસ્તાર સુરત શહેર ખાતે હોવાની હકીકત આધારે સદરી ઇસમને સુરત શહેર ખાતેથી પકડી પાડી સદરી ઇસમને પુછપરછ કરતાં પોતે ગુન્હાની કબુલાત કરતો હોઇ સદરી ઇસમને શામળાજી પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૮૮ ૦૧૦૨૩૦૦૨૨/૨૦૨૩૨ ઇ.પી.કો.કલમ:૩૩૨,૩૨૩,૫૦૪,૫૦૬(૨)મુજબના કામે સી.આર.પી.સી. ૬.૪૧(૧)આઇ મુજબ ક.૦૯૪૩૦ વાગે અટક કરી શામળાજી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે
આરોપી – રાજેશભાઇ સવજીભાઇ હોથા રહે.વાકાનેર છાપરા તા.ભીલોડા જી.અરવલ્લી,
કામગીરી કરનાર ટીમ –
શ્રી કે.ડી.ગોહીલ,પોલીસ ઇન્સ્પેકટર,એલ.સી.બી.મોડાસા તથા શ્રી એસ.કે.ચાવડા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોડાસા તથા એલ.સી.બી સ્ટાફના અ.હે.કો, હરેશભાઇ કાન્તીભાઇ અ.હે.કો, કલ્પેશસિંહ કરણસિંહ, અહૈ,કો,
ભગીરથસિંહ ઇન્દ્રજીતસિંહ.
આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અરવલ્લી નાઓએ અનડીટેક ગુહાનો આરોપી અપકડી પાડી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here