મોડાસા નગરની અલી અઝગર કમિટી ધાર્મિક સ્થળોની સાફ સફાઈ કરી ચર્ચાનું કેન્દ્ર બની…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી જિલ્લાના મોડાસા નગર ખાતે એક અદભુત કાર્ય કરતા મિત્ર મંડળની ચર્ચાઓ હાલ ઠેર ઠેર ચર્ચાઈ રહી છે, વિશ્વમાં અનેક જગ્યાએ અસંખ્ય ટ્રસ્ટો, મંડળો, સંસ્થાઓ અને કમિટીઓ કાર્યરત છે જેમાં કોઈ સામાજિક કાર્ય કરે છે તો જનહિતના કાર્યો કરી માનવ જીવનને લાભ આપે છે જ્યારે કોઈ અન્નદાન કે પછી વસ્ત્રદાન કરી જરૂરતમંદ લોકોને મદદરૂપ થાય છે. પરંતુ મોડાસા નગરમાં હાલ એક એવી કમિટી બનાવવામાં આવી છે કે જે ધાર્મિક સ્થળોની સાફ સફાઈ કરવાની સેવા આપી પોતાને ધન્ય માની રહી છે. જે કમિટીનું નામ અલી અઝગર કમિટી છે.

ચોમાસાની ઋતુમાં લગભગ ખુલ્લી જમીનોમાં અતિશય ઘાસ અને જંગલી વનસ્પતિઓ ઉગતી હોય છે, અને ત્યારબાદ પાણી ન મળવાથી સૂર્ય તપારાને કારણે સુકાઈને નાશ પામતી હોય છે, પરંતુ એનો નાશ થવામાં લગભગ ત્રણ ચાર મહિના જેટલો સમય વીતી જતો હોય છે જેથી અવર જવર કરવા લાયક વિસ્તારોમાં એ જંગલી ઘાસ અને વનસ્પતિની સાફ સફાઈ મજૂરો પાસે કરાવવી પડતી હોય છે. અને એના માટેનો ખર્ચ ખુબજ મોંઘો સાબિત થતો હોય છે.
માટેજ હાલ મોડાસાના કબ્રસ્તાનમાં અલી અઝગર કમિટીના સભ્યો નિસ્વાર્થ ભાવે ખુબજ મહેનત કરી જંગલી ઘાસ અને વનસ્પતિના છોડવા ઉખેડી રહ્યા છે, અને કબ્રસ્તાનમાં આવનાર શ્રદ્ધાળુઓ માટે રાહ આસાન કરી રહ્યા છે. તેઓની આ કામગીરી હાલ સમગ્ર મોડાસા નગરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here