પાવી જેતપુર પાસે આવેલ ભારજ નદી પરનો બ્રિજ ડામાડોળ થતાં તંત્ર દોડતું થયું…

પાવીજેતપુર, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

પાવી જેતપુર નજીક આવેલ સિંહોદ ગામ પાસે થી પસાર થતી ભારજ નદી પર નો બ્રિજ બંને બાજુ ના પાયા દબાઈ જતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે
પ્રાપ્ત માહિતી અનુસાર છોટા ઉદેપુર જિલ્લા કલેકટર દ્વારા જાહેર નામુ બહાર પાડવામાં આવ્યું છે કે તા.29-7-23 થી 10-8-23 સુધી આ બ્રિજ નું સમાર કામ પૂર્ણ કરવાનું રહેશે તેમ જાહેરનામા માં જણાવવામાં આવ્યું છે તમને જણાવી દઈએ આ સમય દરમિયાન વાહન વ્યવહાર ને ડાયવર્ટ કરવામાં આવ્યું છે છોટા ઉદેપુર જવા વાળા વાહનો બોડેલી થી મોડાસર ચોકડી થી રંગલી ચોકડી થઈ પાવી જેતપુર થી જઈ શકાશે જ્યારે બોડેલી જવા વાળા વાહનો પાવી જેતપુર થી રંગલી ચોકડી થઈ મોડાસર ચોકડી થી બોડેલી જઈ શકાશે
ઉલ્લેખનીય છે કે બ્રિજ ને નુકશાન થવા નું કારણ આડેધડ રેતી નું ખનન થયા ની ચર્ચા એ જિલ્લા માં જોર પકડ્યું છે સોશ્યલ મિડ્યા માં લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને સરકાર તેમજ તંત્ર ને જવાબ દાર ઠેરવી રહ્યા છે હવે આગામી દિવસોમાં એ જોવાનું રહ્યું છે કે શું સરકાર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવશે કે કેમ.NH56 વડોદરા થી છોટા ઉદેપુર ને જોડતો આ મુખ્ય માર્ગ હોય વાહન ચાલકો ભારે ચિંતા માં મુકાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here