મોડાસામાં શાંતિપૂર્ણ રીતે મોહરમનો પર્વ સંપન્ન…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસાના કસબા હુસેની ચોક ખાતે તાજીયા મૂકવામાં આવ્યા હતા.

સરકારી તાજીયા ઘાંચીવાડા ખાતે આવેલા કાદરસા બાવાની દરગાહ પાસે મૂકવામાં આવ્યા હતા.

બંને તાજીયા ને આજે નિયત રૂટ પ્રમાણે ફેરવી અને ધોબીઢાળ પાસે માજુમ નદીના કિનારે સાંજના સુમારે ઠંડા કરવામાં આવ્યા હતા.

કસ્બા તાજીયા કમિટીના પ્રમુખ અને સભ્યોએ તેમજ સરકારી તાજીયા કમિટીના પ્રમુખ અને સભ્યોએ સંપૂર્ણ કામકાજ સંભાળ્યો હતો.

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ડીવાયએસપી કે. જે. ચૌધરી તેમજ ડીવાયએસપી ચિંતન પટેલ અને ટાઉન પીઆઇ ડી. કે. વાઘેલા એલસીબીઆઈ કે.ડી ગોહિલ અને એસઓજી પી.આઈ સહીત152 પોલીસ જવાનોએ ખડે પગે બે દિવસ ફરજ બજાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here