છોટાઉદેપુર, સકીલ બલોચ :-
લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચી રહ્યા છે.
છોટાઉદેપુર નગર માં સોનલબેને તમામ નાગરિકો ને અને બેહનો ને વધુમાં વધુ વોટ આપવા નું જણા વ્યું હતું
છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ જે મતદાન મથક પર સ્ત્રી પુરુષ મતદાનમાં ૮ ટકા કરતાં વધારેનો તફાવત હોય તેવા મતદાન મથક પર મહિલાઓને જાગૃત કરવામાં આવ્યા હતા. જેને પરિણામે છોટાઉદેપુર જિલ્લામાં મોટી સંખ્યામાં મહિલા મતદારોએ મતદાન કર્યું છે.