પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા પાનવડ પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈ અભિયાનમાં જોડાયા…

પાવીજેતપુર, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા ૨૨ જાન્યુઆરીના રોજ યોજાનાર છે. માનનિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા.14/૦૧/ ૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જીલ્લાના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા જન આદોલન રૂપે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.
જીલ્લાના ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા આ જન આંદોલનમાં તમામ ગ્રામ્ય/શહેરી વિસ્તારના નાના મોટા ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવનાર છે. જેમાં યાત્રાધામોનું પરિસર, ધાર્મિકસ્થળોના મુખ્ય પ્રવેશ માર્ગો તથા ભક્તોની અવર જવર થતી આજુબાજુની જગ્યાની સ્વચ્છતા વ્યવસ્થિત રીતે જળવાય તેવી ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. સફાઈ આ ૯ દિવસના અભિયાનમાં થનાર છે. આ સમગ્ર અભિયાનને સફળ રીતે નોડલ અને સહ નોડલ અધીકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
કવાંટ તાલુકાના પાનવડમાં આવેલા પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ સફાઈ અભિયાન માં જોડાઈ શ્રમ દાન કર્યું હતું. આમ વિવિધ ધાર્મિક સ્થળોએ આ અઠવાડિયા દરમિયાન હજુ પણ ધનિષ્ઠ સાફ સફાઈ કરવામાં આવનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here