પાવીજેતપુરના કલારાણી ખાતે ફ્લેગ માર્ચનું આયોજન

પાવીજેતપુર, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આગામી લોકસભાની ચૂંટણીને લઈ કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને CRPF જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ

આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. જેની તારીખો હવે આગામી સમયમાં જાહેર થશે, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સતર્કતા રાખી જાહેર સ્થળ અને રહેણાક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા પોલીસવડા આઇ.જી.શેખ અને પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરાલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે તેમજ ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાની અમલવારી થાય અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે હેતુથી ફલેગ માર્ચ રાખવામાં આવી હતી. કાયદો વ્યવસ્થા તેમજ સુરક્ષા સલામતીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં CRPF જવાનોને સાથે રાખી કરાલી પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનની હદમાં આવતા કલારાણી તેમજ બોરધા ગામે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઈ અનઇચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી ફ્લેગમાર્ચ યોજી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here