નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે શાંતિપૂર્વક મતદાન યોજાયું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં સમાવિષ્ટ મતદાન વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરતા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ નર્મદા જિલ્લામાં મતદાન યોજાયું હતું. જેમાં પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા ૨૧-છોટાઉદેપુર મતવિસ્તારમાં આવેલા રાજપીપલા પોલીસ સ્ટેશન વિસ્તારના મતદાન મથકો તથા ૨૨-ભરૂચ લોકસભા મતવિસ્તારમાં આવેલા ડેડીયાપાડા તથા સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મતદાન મથકોની મુલાકાત લીધી હતી. આ યું દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં તમામ મતદાન મથકો ઉપર સુરક્ષા વ્યવસ્થા માટે બંદોબસ્તમાં ફાળવેલા સુરક્ષાકર્મીઓએ એલર્ટ મોડમાં રહીને ખંતપૂર્વક પોતાની ફરજ બજાવી હતી. મતદાન મથકો ઉપર ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તેની પુરતી તકેદારી રખાઇ હતી. સમગ્ર દિવસ દરમિયાન જિલ્લામાં કોઈપણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. તેમજ મતદાન મથકો ઉપર શાંતીપૂર્વક મતદાનની પ્રક્રિયા ચાલી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here