પાટણ જિલ્લામાં બોર્ડની પરીક્ષા ધો.૧૦ માં ૨૩૦૯૪ જ્યારે ધો.૧૨ મા ૧૧૮૩૦ મળી કુલ ૩૪૯૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ધો.૧૦ માં બન્ને ઝોન મા ૨૨ પરીક્ષા કેન્દ્રો માટે ૭૧ બિલ્ડીંગ માં ૭૯૬ બ્લોક…

ધો.૧૨(સા.પ્ર.)માં ૧૪ પરીક્ષા કેન્દ્રો માટે ૩૪ બિલ્ડીંગ માં ૩૧૭ બ્લોક જ્યારે વિ.પ્ર. માં ૪ પરીક્ષા કેન્દ્રો માટે ૮ બિલ્ડીંગમાં ૯૬ પરીક્ષા બ્લોક નિયત કરાયા છે…

જિલ્લા માં ધીણોજ, સમી,વારાહી,ભીલવણ, કોઈટા અને વડાવલી કેન્દ્રો ને સંવેદનશીલ જાહેર કરાયા છે..

પાટણ જિલ્લા સહિત રાજ્યભરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૨૮ માર્ચથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની સામાન્ય અને વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષાઓ યોજવામાં આવી રહી છે. કોરોના કાળ બાદ પ્રથમ વખતે લેવાઈ રહેલી બોર્ડ કક્ષા ની આ પરીક્ષામાં જિલ્લા માં ધોરણ ૧૦ માં કુલ ૨૩૦૯૪ વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૯૯૨૭ તથા વિજ્ઞાાન પ્રવાહમાં કુલ ૧૯૦૩ છાત્રો પરીક્ષા આપશે.આમ,ધો.૧૦ અને ધો.૧૨ માં કુલ ૩૪૯૨૪ વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે તેવું એજ્યુ.ઈન્સ્પે. અનિષા બેન પ્રજાપતિએ જણાવ્યું હતું.
પાટણ જિલ્લામાં આગામી ૨૮ માર્ચથી શરૂ થનાર ધોરણ ૧૦ બોર્ડ ની પરીક્ષામાં કુલ ૨૩૦૯૪ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસનાર છે.જેના માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ધો.૧૦ ની પરીક્ષા માટે કુલ ૨૨ પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે.ધો.૧૦ માટે પાટણ અને હારીજ એમ બે ઝોન બનાવાયા છે.જેમાં પાટણ ઝોન માં પાટણ, બાલીસણા,સિદ્ધપુર,રણુંજ,કોઈટા, વાયડ, કુંવારા, કાકોશી,ભીલવણ, ડેર, સરિયદ અને કુણઘેર કેન્દ્ર નો સમાવેશ કરાયો છે. જ્યારે હારીજ ઝોનમા હારીજ,ચાણસ્મા, ધીણોજ,રાધનપુર, વારાહી, વડાવલી, શંખેશ્વર, સમી,સાંતલપુર અને ચવેલી પરિક્ષાકેન્દ્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.ધો.૧૦ માટે બન્ને ઝોન માં ૨૨ પરીક્ષા કેન્દ્ર ની કુલ ૭૧ બિલ્ડીંગ માં ૭૯૬ બ્લોક નિયત કરાયા છે. એવી રીતે ધો.૧૨ ના સામાન્ય પ્રવાહના કુલ ૯૯૨૭ છાત્રો માટે ૧૪ પરીક્ષા કેન્દ્ર ૩૪ પરીક્ષા બિલ્ડીંગમાં ૩૧૭ પરીક્ષા બ્લોક તેમજ વિજ્ઞાાન પ્રવાહના કુલ ૧૯૦૩ પરીક્ષાર્થીઓ માટે ૪ પરીક્ષા કેન્દ્ર ની ૮ પરીક્ષા બિલ્ડીંગમાં ૯૬ પરીક્ષા બ્લોકની ફાળવણી કરવામાં આવી છે.પાટણ જિલ્લા માં બોર્ડની પરીક્ષામાં ૬ કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરાયા છે.જેમાં ધીણોજ, સમી,વારાહી,ભીલવણ, કોઈટા,અને વડાવલી કેન્દ્રોનો સમાવેશ કરાયો છે. જિલ્લા ના તમામ પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે.બોર્ડ દ્વારા જિલ્લા માટે બે ફ્લાઈંગ સ્ક્વોડ ની નિમણુંક કરવામાં આવી છે.આ ઉપરાંત જિલ્લાની સ્થાનિક બે ટિમો પણ બનાવવામાં આવી છે. બોર્ડની પરીક્ષા સુચારુ રીતે હેમખેમ પૂર્ણ થાય તે માટે પાટણ કલેકટર ની અધ્યક્ષતા માં બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જીઈબી દ્વારા પરીક્ષા સમય દરમિયાન લાઈટ પુરવઠો ખોરવાય નહિ તેની પૂરતી તકેદારી રાખવા તેમજ એસટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને આવવા -જવા માટે સમયસર બસ મળે તે અંગે સુચારુ આયોજન કરવા તાકીદ કરવામાં આવી હતી.આ ઉપરાંત પરીક્ષા સમયે ૨૦૦ મીટર ના અંદર ઝેરોક્ષકેન્દ્રો બંધ રાખવા સહિતનું જાહેરનામું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બહાર પાડવામાં આવશે તેવું સૂત્રોએ ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here