નેહરૂ યુવા કેન્દ્ર રાજકોટ દ્વારા ૭૪ સ્વતંત્રતા પર્વની ઉજવણી…

રાજકોટ,
આરિફ દીવાન

યુવા કાર્યક્રમ અને ખેલ ભારત સરકારના નેજા હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર રાજકોટ દ્વારા ૭૪ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા યુવા સંયોજક શ્રી દ્વારા ધ્વજ વંદન અને રાષ્ટ્ર ગાન કરવામાં આવ્યું હતું. જિલ્લા યુવા સંયોજક શ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે દર વર્ષે રાષ્ટ્રીય પર્વની ભારે ઉલ્લાસ અને ભવ્યતાથી દેશ ભરમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીના પગલે સોશિયલ ડિસ્ટન્સ સાથે કરવા માટે સરકાર શ્રીની ગ્રાઈન્ડ લાઈન મુજબ દ્વારા સૂચનો અનુસાર કરવામાં આવેલ છે. જિલ્લા યુવા સંયોજક શ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે આ સાથે જ ગંદકી મુક્ત ભારત અભિયાન નું પણ સમાપન કરવામાં આવ્યું જેના અંતર્ગત ગત એક અઠવાડિયા થી સમગ્ર જિલ્લા માં સાફસફાઈ, વૃક્ષા રોપણ , જાહેર સ્થળોની સાફ સફાઈ, ભિત લખાણો અને ચિત્રો જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. નેહરુ યુવા કેન્દ્ર રાજકોટ દ્વારા ઓનલાઇન પેઇન્ટિંગ અને નિબંધ પ્રતિયોગિતા, ઓનલાઇન ક્વીઝ પ્રતિયોગિતા કરવામાં આવેલ જેમાં સારો એવો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. વધુ માં જિલ્લા સંયોજક શ્રી એ નેહરુ યુવા કેન્દ્ર મારફત અપીલ કરી કે આપણે સૌ એક થીએ નેક થઇએ સારી ટેવ પાળીએ, માસ્ક ફરજિયાત પેહરિયે , સોશીયલ અંતર જાળવવી અને એક બીજાની મદદ કરીએ. જિલ્લા સંયોક શ્રી એ આ પ્રસંગે આઝાદી માટે જાન ન્યોચ્છાવર કરનાર દેશના વીર સપૂતોને શત શત નમન કર્યું.આ પ્રસંગે રાજેશ ભાઈ, ઐશ્વર્યા , યશ અને ચેતન ભાઈ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here