ડીસામાં જલારામ બાપાની 223 જન્મ જયંતી નિમિત્તે મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ટુકડો ત્યાં હરિ ઢુંકડો”

અખંડ રોટલો જેમનો જીવનમંત્ર અને પરોણાનો ઓડકાર જેમનો રાજીપો એવા સંત શ્રી જલારામ બાપાની જયંતિ નિમિત્તે સૌને જય જલિયાણ.જય જલારામ બાપા…

ડીસા સહિત સમગ્ર ગુજરાતમાં પૂજ્ય જલારામ બાપાની 223મી જન્મ જયંતીની ઉજવણી સોમવારે કરવામાં આવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના હાઇવે ઉપર આવેલા જલારામ મંદિર ખાતે પણ મંદિરને ભવ્ય શણગારવામાં આવ્યું છે અને મંદિર ખાતે સવારે આરતી યજ્ઞ રક્તદાન કેમ્પ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા બપોરે મહા ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી લોકોએ પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો ત્યારે બાદ બપોરે શોભાયાત્રા નીકળશે આ શોભાયાત્રા મંદિર થી નીકળી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરશે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પુજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જન્મજયંતી નિમિત્તે આજરોજ ડીસા જલારામ મંદિર ખાતે હવન યજ્ઞનું આયોજન માં જલારામ બાપાના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે ડીસા જલારામ મંદિર ટ્રસ્ટ અને જલારામ યુવા સંગઠન જલારામ પ્રગતિ મંડળ સહિત રઘુવંશી લોહાણા સમાજના સ્વયંસેવક ખડેપગે તૈનાત રહીને જલારામ બાપાની શોભાયાત્રા સમયે અને ભોજન સમારંભમાં અન્નનો બગાડ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું જ્યારે ડીસા શહેરમાં રઘુવંશી લોહાણા સમાજ સહિત દરેક સમાજના લોકો જલારામ જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહીને જલારામ બાપાના ભક્તિમાં લીન થયાં હતાં જ્યારે જલારામ મંદિર ખાતે જલિયાણ મેડિકલ એસોસિયેશન ડીસા અને સંકલ્પ વોલન્ટરી બ્લડ બેંકના રાજુભાઇ ઠક્કરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 100 થી વધું રક્તદાતાઓ તરફતી રક્તદાન કરી મહાદાનમાં ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here