નસવાડી કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી હોનારતમા મૃત્યુ પામેલા સદ્ગતોને શ્રધ્ધાંજલી અપાઈ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી એ પી એમ સી ખાતે કૉંગ્રેસ સમિતિ દ્રારા મોરબી હોનારતમા મૃત્યુ પામેલા સદ્ ગાતોને શ્રદ્ધાંજલિ આપવામા આવી અને કોંગ્રેસ સમિતિ દ્રારા પ્રાર્થના સભા કરવામાં આવી હતી માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ ના જણાવ્યા પ્રમાણે કે મોરબી મા જે દુઃખદ ઘટના બની હોનારત સર્જાઈ એમા ઘણા બાળકો બહેનો અને વડીલો જે મૃત્યુ પામ્યા છે એ બાબતનું દુઃખ થયુ.કે એકદમ હોનારત આવી અને પુલ ટૂટી ગ્યો જેના લીધે ઘણાના જીવ ગયા છે આવુ થયુ તેના માટે કૉંગ્રેસ સમિતિ દ્રારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને મૃત્યુ પામનાર તમામના આત્માને શાંતિ મળે અને એમનાં કુટુંબીજનોને માજી ધારાસભ્ય એ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને વધુમા જણાવ્યુ કે આ બાબતે મારે કોઈ ટિપ્પણી કરવી નથી પણ સાત વર્ષ આ પુલ બંધ રહ્યો અને દિવાળીના દિવસે આ બ્રિજ ને ખુલ્લો મુક્યો તો એ બાબતે હું માનુછું ત્યાં સુધી આ પુલ સાત વર્ષ બંધ રહ્યો તો તેનુ રીપેરીંગ ના થાય ત્યાં સુધી શરૂ નતો કરવાનો છતા પણ જે કંઈ થયુ હોય જેનાથી ભુલ થઈ હોય એની નિષ્ઠા પૂર્વક એની તપાસ થાય એવી અમે માંગણી કરીએ છીએ અને આ કાર્યક્રમમા પ્રાર્થના કરી બે મિનીટ નુ મૌન પાડવામાં આવ્યુ હતુ અને શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામા કાર્યકરો તથા માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ તથા તાલુકા પ્રમુખ જયેન્દ્રસિંહ બાપુ તથા લઘુમતી મોરચાના પ્રમુખ મોઈનભાઈ પટેલ તથા એન એસ યુ આઈ ના પ્રમુખ નોફિલભાઈ મેમણ તથા તાલુકા યુથ પ્રમુખ અનિલભાઈ વસાવા તથા સંખેડા વિધાનસભા યુથ પ્રમુખ સોહેલભાઈ દીવાન તથા યુથ મહામંત્રી ગજેન્દ્રસિંહ સોલંકી તથા જીલ્લા સદસ્ય મુકેશભાઈ ભીલ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here