મારા ખરાબ દિવસોમાં હું ડીસા છ દિવસ રોકાયો હતો : અમિત શાહ

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડીસામાં ભાજપના પ્રચાર અર્થે આવેલા અમિત શાહે કોંગ્રેસ પર પ્રહારો કર્યા

ડીસા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રવીણ માળી ના પ્રચાર અર્થે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના ખરાબ સમયમાં છ દિવસ ડીસામાં પસાર કર્યા હોવાનું જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લાની સકલ બદલી નાખી જિલ્લાને પછાતપણાનું કલંક મિટાવી રાજ્યમા સૌથી વધુ વિકાસ વંતો જિલ્લો બનાવી દીધો હોવાનું જણાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત સાહે ડીસાના હવાઈ પિલ્લર મેદાન ખાતે આજે જાહેર સભાને સંબોધી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે, 2004માં સમગ્ર રાજ્યમાં વીજળી પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું.બનાસકાંઠા જિલ્લામાં તેમણે સુજલામ સુફલામ યોજના આપી તે જિલ્લાની સૌથી મોટી દેન છે અને તેના થકી જિલ્લાની કાયા પલટ થઈ છે આજે ડીસા બટાકામાં સમગ્ર દેશમાં નંબર વન પહોંચ્યું છે. હવે અટલ ભુજલ યોજના આવે એટલે બનાસકાંઠાની રહી સહી પાણીની સમસ્યા પણ હલ થઈ જશે. તેમણે દેશની સુરક્ષા બાબતે જણાવ્યું કે,અગાઉ બનાસકાંઠાની સરહદોથી સ્મગલરોની અવરજવરથી ધમધમતી હતી જેને ભારતીય જનતા પાર્ટીએ સુરક્ષિત કરી છે અને કોંગ્રેસના રાજમાં થતા રમખાણો છેલ્લા 23 વર્ષથી જોવા મળતા નથી.
તેમણે રાહુલ ગાંધી અને કેજરીવાલ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે તેઓ સર્જીકલ સ્ટ્રાઈકની સાબિતી માંગતા હતા.જ્યારે સોનિયા અને મનમોહનની સરકારમાં પાકિસ્તાનથી આલિયા માલીયા જમાલિયાઓ ગમે ત્યારે ઘુસી જતા હતા પરંતુ નરેન્દ્ર ભાઈ મોદીના આવવાથી આવી દેશ વિરોધી પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ છે અને દેશ સુરક્ષિત હાથોમાં છે. અમિત શાહે પોતાના ભૂતકાળના દિવસો યાદ કરતા જણાવ્યું હતું કે 85 થી 90 ની સાલમાં ડીસામાં ખૂબ આંટા ફેરા મે માર્યા છે. જ્યારે મારા ખરાબ દિવસોમાં મગનલાલ માળીના ખેતરમાં છ દિવસ હું રોકાયો હતો તેમ જણાવી તેમને ડીસાના અગ્રણી મગનલાલ માળીને પણ યાદ કર્યા હતા. જ્યારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા ને પણ યાદ કરી તેમને જણાવ્યું હતું કે, તમે ડીસામાં પ્રવીણ માળીને જીતાડો તો ડીસામાં પ્રવીણ માળી અને શશીકાંત એમ બબ્બે એમએલએ મળ્યા એમ તમારે સમજવાનું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ સભાં માં રાજ્યસભા ના સાંસદ દિનેશ અનાવડીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, ધારાસભ્ય શશીકાંત પંડ્યા, નિર્મલાપુરી, રાજુભાઈ ઠક્કર, મગનભાઈ માળી, કૈલાશ માળી, ગલબાજી ઠાકોર, પ્રતીક પઢીયાર, અમરતભાઈ દવે, રામજીભાઈ દેસાઈ, પ્રકાશ ઠાકોર, રસિકજી ઠાકોર, બાદરસિંહ વાઘેલા, ડો રીટાબેન પટેલ સહીત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here