વડાપ્રધાનની એકતા દિવસ નિમિત્તે નર્મદા જીલ્લામાં હાજરી હોય આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવારની પોલીસે ધરપકડ કરી

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

ભાજપા સરકાર આમ આદમી પાર્ટી થી ભયભીત હોય ખોટા કેસો કરવા ધરપકડ કરાઇ- ડૉ. પ્રફુલ વસાવા

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્ત દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની હાજરી નર્મદા જીલ્લા માં હોય ને આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર ડો પ્રફુલ વસાવા ને વડાપ્રધાન જ્યાં સુધી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં રહ્યા ત્યાં સુધી પોલિસ સ્ટેશન માં રાખવામાં આવ્યાં હતા.

ડૉ પ્રફુલ વસાવા ને કેવડિયા બચાવો આંદોલન નાં પ્રણેતા માનવામાં આવે છે અને નર્મદા જિલ્લામાં બંધારણીય અધિકારો, જમીનો બચાવવા આંદોલન ચલાવી રહ્યા છે.

આજે ડો પ્રફુલ વસાવા ને કેવડિયા વિસ્તારમાં પ્રચાર કરવા તેમજ મિડિયા ને સંબોધન કરવા જતાં રોકવામાં આવ્યાં હતાં, નર્મદા જિલ્લા ની એસ ઓ જી પોલિસ દ્વારા તેમની ધડપકડ કરી ગરુડેશ્વર પોલિસ સ્ટેશન માં રાખવામાં આવ્યાં હતા. ડો વસાવા ને વડાપ્રધાન નો કાર્યક્રમ દરમ્યાન ત્રણ કલાક સુધી પોલિસ સ્ટેશન માં બેસાડી રાખવામાં આવ્યાં હતા.
ડૉ પ્રફુલ વસાવા એ તેમની રાષ્ટ્રીય એકતા દિવસે થયેલી ધડપકડ મુદ્દે નિવેદન આપતા જણાવ્યુ હતું કે ગુજરાત માં ભાજપ સરકાર આમ આદમી પાર્ટી થી ડરી રહી છે અને નાંદોદ વિધાનસભા માં ભાજપ ચૂંટણી માં હાર ભાળી ગયેલ ને પોલિસ નાં સહારે દબાવી રહી છે. ભાજપ સરકાર ને ગરીબો ની જમીનો લુંટવી છે પોતે ગરીબો નો સહારો બની રહ્યા છે જેથી ભાજપ સરકાર તેમની ઉપર ખોટાં કેસો કરી ફસાવી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here