છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ રંગપુર પોલીસ સ્ટેશનના કાછેલ ગામ પાસેથી કિ.રૂ.૩૪,૨૭૨/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે બે ઇસમને ઝડપી પાડ્યા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ….જે અન્વયે વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે રંગપુર પોલીસ સ્ટેશનના કાછેલ ગામ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કિ.રૂ.૩૪,૨૭૨/-નો તથા હેરાફેરીના ઉપયોગમાં લીધેલ મારૂતી સુઝુકી ઇક્કો ફોર વ્હિલર ગાડી જેનો રજી નંબર GJ-16-BK-3826 ના મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
 કબ્જે કરવામાં આવેલ મુદામાલ
(૧) અંગ ઝડતી રોકડા કિ.રૂ.૭૫૦/-
(૨) મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/-
(૩) ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નં.૩૩૬ કિ.રૂ.૩૪,૨૭૨/-
(૪) મારૂતી સુઝુકી ઇક્કો ફોર વ્હિલર ગાડી(GJ-16-BK-3826) કિ.રૂ.૨,૫૦,૦૦૦/-
કુલ કિ.રૂ.૨,૯૫,૦૨૨/-
 પકડાયેલ આરોપી:-
(૧) સુનીલભાઇ બુધેસિંગભાઇ નાયક રહે.હાલોલ ગાયત્રીનગર જી.આઇ.ડી.સી તા.હાલોલ
જી.પંચમહાલ
(૨) શૈલેશભાઇ આપસિંગભાઇ રાઠવા રહે.હાલોલ જાંબુડી તા.હાલોલ જી.પંચમહાલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here