ઉમેદવાર/પક્ષ મતદાન મથકની ૨૦૦ મીટર ત્રિજ્યા બહાર કાપલીઓ આપવા માટે ફક્ત એક ટેબલ અને બે ખુરશી મૂકી શકશે

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

ટેબલ-ખુરશી ટ્રાફીકને અવરોધ ન થાય તે રીતે મુકવાના રહેશે

મત આપીને પરત આવતા મતદારો આ ટેબલ ઉપર એકઠા થઈ શકશે નહી

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાનના દિવસે રાજકીય પક્ષો તથા હરીફ ઉમેદવારો દ્વારા મતદાન મથકની નજીકમાં મત આપવા કાપલીઓ આપવા જાહેર રસ્તાઓ પર ટેબલ ખુરશીઓ મુકવામાં આવે છે. જેનાથી મત આપવા આવતા મતદારો તથા અવર-જવર કરતા લોકોને અને ટ્રાફીકને અડચણ કરતા હોય છે. મતદારો સરળતાથી મત આપવા આવી શકે અને પરત જઈ શકે તથા ટ્રાફીકને કોઈ અવરોધ ન થાય, લોકસભા ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના એજન્ટો/કાર્યકરો દ્વારા જાહેર રસ્તાઓ ઉપર ટેબલ તથા ખુરશીઓ ગોઠવવામાં આવે છે. જેનાથી લોકોમાં હરકત અથવા અગવડ ન થાય તેટલા માટે રસ્તામાં તથા સાર્વજનિક જગ્યા ઉપર કોઈ પ્રકારે રાહદારી તથા મત આપવા જનાર લોકોને અગવડ ઉભી ન થાય તે માટે તેમજ આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે જાહેરહીતમાં કેટલાક નિયંત્રણ મુકવા જરૂરી હોઈ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અનિલ ધામેલિયાએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો લગાવ્યા Θ.

જે મુજબ મતદાનના દિવસે મતદાન મથકના મકાનથી ૨૦૦ મીટર ત્રિજ્યા બહાર મતદારોને ઓળખ કાપલીઓ આપવા માટે કોઈપણ ઉમેદવાર ઈચ્છે તો એક ટેબલ, બે ખુરશી મુકી શકશે. ટેબલ પર છાંયડો કરી શકશે પરંતુ તેને કવર્ડ કરી શકાશે નહી તથા આ ટેબલ પર ઉમેદવાર તથા પક્ષનું નામ અને નિશાન સાથેનું ફક્ત એક જ બેનર ૩ ફૂટ ૪ ૧/૨ ફુટ સાઈઝનું મુકી શકશે. આવું ટેબલ મુકવા માટે જે તે ઉમેદવારે સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીને અગાઉથી મતદાન મથકનું નામ, નંબર અને જે જગ્યાએ ટેબલ મુકવાનું હોય તે જગ્યાનું નામ સાથે જાણ કરવાની રહેશે અને સ્થાનિક સત્તા મંડળ (નગરપાલિકા, ગ્રામ પંચાયત)ના સક્ષમ અધિકારીની પરવાનગી મેળવી લેવાની રહેશે અને મેળવેલ પરવાનગી જ્યારે કોઈ પણ
અધિકારી જોવા માંગે ત્યારે રજુ કરવાની રહેશે. મંજુરી મેળવેલ ટેબલ-ખુરશી ટ્રાફીકને અવરોધ ન થાય તે રીતે મુકવાના રહેશે. મત આપીને પરત આવતા મતદારો આ ટેબલ ઉપર એકઠા થઈ શકશે નહી.
આ હુકમ તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ અમલમાં રહેશે. આ હુકમનો ઉલ્લંધન કરનાર વ્યકિત કાયદાની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here