જિલ્લાના વધુમાં વધુ લોકો સહપરિવાર મતદાન કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બને

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ચૂંટણી કાર્ડ સિવાય અન્ય ૧૨ દસ્તાવેજ પૈકી કોઈ એક દસ્તાવેજ હોય તો પણ મતદાન કરી શકાશે

મતદારોને ચૂંટણી બાબતે મુંજવતા પ્રશ્નોના નિવારણ માટે ૧૯૫૦” વોટર્સ હેલ્પલાઈન નંબર ઉપર સંપર્ક કરી શકાશે

આચારસંહિતા ભંગ થતો હોય તેવું જણાય તો સી-વિજીલ એપ્લિકેશન પર ઓનલાઇન ફરિયાદ શકાશે

મતદારો મતદાન મથકમાં મોબાઇલ લઇને પ્રવેશી શકશે નહીં

લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ને મંગળવારના રોજ મતદાન થનાર છે, ત્યારે જિલ્લાના તમામ મતદારો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

છોટાઉદેપુર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયા દ્વારા મતદાર જાગૃત્તિ અર્થે અભિનવ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે વધુમાં વધુ લોકો સહપરિવાર મતદાન કરે તે ઇચ્છનીય છે.

*ચૂંટણી કાર્ડ સિવાય આ ૧૨ દસ્તાવેજ પૈકી કોઈ એક દસ્તાવેજથી મતદાન કરી શકાશે (બોક્ષ)*

1) આધાર કાર્ડ
2) મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ
3) બેંક અથવા પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક
4) શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ
5) ડ્રાઇવિંગ લાઇસન્સ
6) પાનકાર્ડ
7) એન પી આર (નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર) અન્વયે આરજીઆઈ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ
8) ભારતીય પાસપોર્ટ
9) ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ
10) કેન્દ્ર/રાજ્ય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખ પત્રો
11) સંસદ સભ્યો/ ધારાસભ્યો/ વિધાન પરિષદના સભ્યોને ઇશ્યૂ કરેલા સરકારી ઓળખપત્રો
12) સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ યુનિક ડિસેબીલીટી આઈડી કાર્ડ

આ ઉપરાંત ચૂંટણી દરમિયાન મતદારોને ચૂંટણી બાબતે મુંજવતા પ્રશ્નોના નિવારણ માટે “૧૯૫૦” વોટર્સ હેલ્પલાઈન નંબર ઉપર સંપર્ક કરી શકાય છે. તેમજ કોઈ નાગરિકને આચારસંહિતા ભંગ થતો હોય તેવું જણાય તો સી-વિજીલ એપ્લિકેશન પર ફોટો/વીડિયો સહિતની વિગતો અપલોડ કરીને ઓનલાઇન ફરિયાદ કરી શકાય છે. મતદારો મતદાન કરવા જાય ત્યારે ચૂંટણી પંચની ગાઇડલાઇન અનુસાર મતદાન મથકમાં મોબાઇલ લઇને પ્રવેશી શકશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here