સાંસદ ગીતાબેન રાઠવાની રજૂઆતના પગલે કેન્દ્ર સરકાર દ્વારા બોડેલી ફાટક પર ઓવરબ્રિજ બનાવની મંજૂરી અપાઈ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

વડોદરા રેલવે ડિવિઝન (WR )ની મિટિંગ તા.26/4/2023 ના રોજ DRM ના અધ્યક્ષ સ્થાને મળી જેમાં ડિવિઝનના અધિકારીઓ અને DRUCC મેમ્બર ઉપસ્થિત રહી રેલવે ને લગતા પ્રશ્નો તેમજ થયેલ કામગીરી વિશે ચર્ચા વિચારણા કરી.
-સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાજી અને DRUCC મેમ્બર અવિનાશ રાઠવા ની યોગ્ય રજૂઆત ને ધ્યાન માં લઇ બોડેલી રેલવે ફાટક LC No 65 પર ઓવર બ્રિજ ની ભારત સરકાર (રેલવે વિભાગ ) દ્વારા મંજૂરી આપવા બદલ ભારત સરકાર નો ખુબખુબ આભાર. છોટાઉદેપુર જિલ્લાના છેવાડા ગામેથી તેમજ મધ્યપ્રદેશ વિસ્તારના લોકોને ઘણી વખત દર્દીઓને સારવાર અર્થે વડોદરા લઈ જવામાં આવતા હતા ત્યારે આ બોડેલી ની રેલવે ફાટક એમ્બ્યુલન્સ પણ નળતર રુપે હતી ત્યારે આ બોડેલી રેલ્વે બ્રિજ બનતા વર્ષો થી પડતી લોકો ને ટ્રાફિક ની સમસ્યા નો હલ થશે સાથે સમય નો બચાવ થશે વર્ષોથી રેલવે ઓવરબ્રિજ ની માંગ હતી તે માંગ હવે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા માંગ પૂરી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here